Get The App

દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે ગાડી બંગલા ખરીદી શકાય

પાટેક સ્ટીલમાં ફિલિપ હેનરી ગ્રેવ્સ સુપરકંપ્લીકેશનમાં આ ઘડિયાળ 2 અબજમાં વેચાઈ

આ ઘડિયાળને વિવિધ જાતના રત્નોથી સજાવવામાં આવી છે.

Updated: Mar 30th, 2023

GS TEAM

Google News
Google News
દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે ગાડી બંગલા ખરીદી શકાય 1 - image
Image Twitter

તા. 30 માર્ચ 2023, ગુરુવાર 

દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ જો તમે Google પર સર્ચ કરો તો કેટલાય પ્રકારના જવાબ મળશે. પરંતુ આ તેના પર નિર્ભર છે કે તમે કઈ ઘડિયાળ વિશે શોધવા માગો છો. પાટેક સ્ટીલમાં ફિલિપ હેનરી ગ્રેવ્સ સુપરકંપ્લીકેશનમાં આ ઘડિયાળ 2.4 કરોડ ડોલર એટલે કે 2 અબજમાં વેચાઈ. પરંતુ આ કોઈ સામાન્ય ઘડિયાળ નથી આ એક ખાસ ઘડિયાળ છે, જે સામાન્ય લોકો માટે ખરીદવી આસાન નથી. તેના પછી હવે એક બીજી સૌથી મોઘી ઘડિયાળ બતાવવામાં આવે છે. જેની કિંમત 2 કરોડ ડોલર રાખવામાં આવી છે. જો કે આટલી કિંમતમાં તો લોકો ગાડી- બંગલા ખરીદી શકે છે. 

આ ઘડિયાળને વિવિધ જાતના રત્નોથી સજાવવામાં આવી છે. 

હીરા જડીત આ ઘડિયાળ જેકબ કંપની દ્વારા તૈયાર કરવામાં આવી છે. અને આ દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળનો દાવો કરવામાં આવે છે. આ ઘડિયાળમાં સામાન્ય ઘડિયાળ જેવા કલાક, મિનિટ  અને સેકન્ડ કાંટા આપવામાં આવ્યા છે. અને તે વિવિધ જાતના રત્નોથી સજાવવામાં આવી છે. તેમાં 217 કેરેટના પીળા હીરા લગાવવામાં આવ્યા છે. જે ઘડિયાળને પુરી રીતે કવર કરે છે. દેખવામાં તો તમને આ ઘડિયાળ સોના જેવી લાગશે. 


સમગ્ર વિશ્વમાંથી લાવવામાં આવ્યા છે રત્નો

આ ઘડિયાળમાં પીળા કલરના 425 હીરાઓથી ડાયલ તૈયાર કરવામાં આવ્યું છે. જેમા અંદરના ભાગમાં 57 હીરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ રત્નો શોધવા માટે કંપનીને 3 વર્ષ વીતી ગયા હતા. કંપનીના કહેવા પ્રમાણે બધા રત્નો મળી ગયા પછી અમે અનોખી રીતે આ ઘડિયાળ તૈયાર કરી છે. જેથી દુનિયાથી વિશેષ ઘડિયાળ બનાવી શક્યા છીએ.