Get The App

આ છે વિશ્વના સૌથી મોંઘા ચોખા, વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયુ નામ

Updated: May 26th, 2023

GS TEAM


Google News
Google News
આ છે વિશ્વના સૌથી મોંઘા ચોખા, વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયુ નામ 1 - image


                                                          Image Source: Twitter

નવી દિલ્હી, તા. 26 મે 2023 શુક્રવાર

ભારતમાં ચોખા કરતા રોટલી ખાતા વ્યક્તિઓની સંખ્યા ખૂબ વધુ છે. ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી ચોખા ખાતા વ્યક્તિઓ તમને દરેક ઘરમાં મળી જશે. દેશમાં ચોખાની કેટલીક જાતો હોય છે. ખેડૂત જળવાયુ અને ક્ષેત્રના હિસાબે અલગ-અલગ ધાન્યની ખેતી કરે છે. પરંતુ શું તમે દુનિયાના સૌથી મોંઘા ચોખા વિશે જાણો છો. તે એટલા વધારે મોંઘા હોય છે કે તેમના કિલોની કિંમતમાં તમે સોનુ પણ ખરીદી શકો છો. 

વિશ્વના સૌથી મોંઘા ચોખા

વિશ્વના સૌથી મોંઘા ચોખાનું નામ કિનમેમાઈ પ્રીમિયમ છે. આના એક કિલોની કિંમત 12 હજારથી 15 હજાર રૂપિયા છે. આ ચોખા મુખ્યરીતે જાપાનમાં ઉગાડવામાં આવે છે. આ ચોખામાં રહેલા પોષક તત્વો જે કોઈ અન્ય ચોખામાં જોવા મળતા નથી તે આને ખાસ બનાવે છે. ભારતી જેમ જાપાનમાં પણ લોકો ચોખા ખાવાનું ખૂબ પસંદ કરે છે, ત્યાં પણ કેટલીક જાતિના ચોખા ઉગાડવામાં આવે છે પરંતુ આમાં સૌથી ઉપર કિનમેમાઈ પ્રીમિયમ ચોખા છે. આ ચોખાને ત્યાંના લોકો માત્ર ખાસ અવસરે જ બનાવે છે.

ગિનીઝ વર્લ્ડ ઓફ બુક રેકોર્ડમાં નોંધાયુ નામ

કિનમેમાઈ પ્રીમિયમ ચોખાનું નામ દુનિયાના સૌથી મોંઘા ચોખા તરીકે ગિનીઝ વર્લ્ડ ઓફ બુક રેકોર્ડમાં નોંધાયુ છે. આ ચોખાની જાપાનની સાથે-સાથે અન્ય એશિયાઈ દેશોમાં ભારે ડિમાન્ડ રહે છે. અમેરિકા અને યુરોપના કેટલાક લોકો પણ આ ચોખાને ખાવાનું પસંદ કરે છે. જોકે, આટલા મોંઘા ચોખા હોવાના કારણે આ મિડલ ક્લાસ લોકોની પહોંચથી બહાર છે. આ ચોખાને દુનિયામાં અત્યારે ટોયો રાઈસ કોર્પ કંપની વેચી રહી છે. આને તેઓ પોતાની વેબસાઈટની સાથે સાથે અન્ય ઈકોમર્સ વેબસાઈટો દ્વારા વેચી રહી છે.  

Tags :