Get The App

આ દેશ 1 લાખ ભારતીયોને રોજગારી આપવા ઉત્સૂક, પગાર પણ તગડો

પોતાના દેશના લોકો કારખાના અને ખેતરોમાં કામ કરવા સક્ષમ નથી.

ઉમરલાયક નાગરિકોની વધતી જતી સંખ્યા બની છે મોટી સમસ્યા

Updated: Nov 23rd, 2023

GS TEAM


Google News
Google News
આ દેશ 1 લાખ ભારતીયોને રોજગારી આપવા ઉત્સૂક,  પગાર પણ તગડો 1 - image


નવી દિલ્હી,23 નવેમ્બર,2023,ગુરુવાર 

તાઇવાન દેશમાંથી ભારત માટે એક સારા સમાચાર આવ્યા છે. એક કે બે નહી પરંતુ ૧ લાખ જેટલા ભારતીયોને નોકરી કરવાની તક મળી શકે છે. તાઇવાનને કોઇ દેશ ગણે એટલે ચીન ભડકી જાય છે. ચીન પોતાની વન ચાઇના પોલીસી હેઠળ તાઇવાનને પોતાનો પ્રદેશ જ ગણે છે. તાઇવાન મુદ્વે અમેરિકા અને ચીન વચ્ચે દક્ષિણ ચીની સમુદ્રમાં ઘણા સમયથી તણાવ ઉભો થયો છે. જો કે ભારતને તાઇવાન સાથે ખૂબ સારા સંબંધો છે. 

તાઇવાનના કારખાના, ખેતરો અને હોસ્પિટલ સેવામાં કામ કરનારા માણસોની જરુરીયાત ઉભી થઇ રહી છે. આ રોજગારી ક્ષેત્રો અંગે ભારત અને તાઇવાન વચ્ચે આગામી સમયમાં એક જોબ ડીલ થવાની શકયતા છે. તાઇવાનમાં વિદેશીઓને રોજગારીની તક વધવાનું કારણ સામાજિક પરીસ્થિતિ છે. તાઇવાનમાં ઉંમરલાયક લોકોની સંખ્યા વધતી જાય છે કારખાના અને ખેતરોમાં ઉત્પાદનનું કામ કરવા સક્ષમ નથી. 

આગામી સમયમાં ઉત્પાદન ક્ષેત્રમાં તાઇવાનને વધુ લોકોની જરુર પડવાની છે ત્યારે તાઇવાન ભારતીયોને રોજગાર આપવા ઉત્સૂક છે. તાઇવાનનો સમાવેશ પગાર અને આવકની દ્રષ્ટિએ, તે વિશ્વના ટોચના દેશોમાં છે. અહીં સરેરાશ એક કર્મચારીને દર મહિને 5 લાખ રૂપિયા સુધીની આવક મેળવી શકે છે. તાઇવાન જ નહી ભારત સરકાર જાપાન, ફ્રાંસ અને યુકે સહિતના ૧૩ દેશોએ પણ ડીલસાઇન  કરી છે. ભારત અને તાઇવાનના મૈત્રીભર્યા રાજકીય અને આર્થિક સંબંધોથી ચીન હંમેશા નારાજ રહે છે. 

Tags :