World

વિશ્વના 40 દેશો જયાં લોકો હજુ રાજાશાહી, રાજાનો હુકમ જ કાયદો ગણાય છે

By GS TEAM
14 Aug 20255 mins read
વિશ્વના 40 દેશો જયાં લોકો હજુ રાજાશાહી, રાજાનો હુકમ જ કાયદો ગણાય છે

વિશ્વના 40 જેટલા દેશો લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવે છે. ભારતે 15મી ઓગસ્ટ 1947માં આઝાદી મેળવી ત્યારથી મજબૂત લોકતંત્ર ધરાવે છે. અમેરિકા અને ભારત મજબૂત લોકતંત્રનું ઉદાહરણ ગણાય છે. એક સમયે અડધી દુનિયા પર રાજ કરનારા બ્રિટનમાં છેલ્લા 1000 વર્ષથી રાજાશાહી પ્રકારની લોકશાહી ચાલે છે. આજના આધુનિક સમયમાં પણ રાજા કે રાણીનું પદ જ સર્વોચ્ચ ગણાય છે એટલું જ નહી તેમનું માન સન્માન જાળવવામાં આવે છે.

પ્રાચીન સમયમાં લગભગ સમગ્ર દુનિયામાં રાજાશાહી શાસન પ્રણાલી હતી. ભારત પણ આઝાદી પહેલા નાના મોટા રજવાડાઓમાં વહેંચાયેલું હતું. પ્રાચીન મહેલો અને રાજાશાહી સ્મારકો તેના સાક્ષી છે. ભારતમાં રોયલ પરીવારો રહે છે પરંતુ તેમની દેશના વહિવટમાં કોઇ દખલ હોતી નથી. જો કે વર્તમાન સમયમાં બ્રિટન જ નહીં દુનિયામાં બીજા પણ  કેટલાક દેશો છે જ્યાં રાજાશાહી ચાલે છે અને રાજાનો હુકમ જ કાયદો બની જાય છે.

(1) બુ્રનેઇના રાજાનો સોનાનો મહેલ રહે છે ચર્ચામાં

ઇન્ડોનેશિયા પાસે આવેલો બુ્રનેઇ એક ઇસ્લામિક દેશ છે. રાજાશાહીની વાત નિકળે ત્યારે સુલતાનને પ્રથમ યાદ કરવામાં આવે છે. રાજા સુલતાન હસન અને તેમના પરીવારની ગણતરી દુનિયાના સૌથી ધનાઢ્યોમાં થતી રહે છે. બુ્રનેઇના રાજ પરીવાર સોનાના મહેલમાં રહે છે અને તેમની પાસે 1363 અબજ કરતા પણ વધારે સંપત્તિ છે. એમાંથી મહેલની કિંમત જ રુપિયા 2387 કરોડથી વધુ છે.

20 લાખ સ્કવેર ફિટમાં ફેલાયેલો મહેલ ચીનની ફોરબિડન સિટીમાં બનેલા મહેલની સરખામણીમાં બીજા ક્રમનો સૌથી મોટો હોવાનો દરજજો મળ્યો છે. આ મહેલમાં 1500થી વધારે રુમ છે. તમામ રુમ 22 કેરેટના સોનાથી બન્યા છે. આ મહેલમાં એક મસ્જિદ છે જ્યાં એક સાથે 1500 લોકો નમાઝ પઢી શકે છે. આ મહેલ વર્ષમાં માત્ર 3 દિવસ રમઝાન મહિનામાં સામાન્ય જનતા માટે ખોલવામાં આવે છે. આ ગાળામાં મહેલ જેવા માટે પ્રવાસીઓ પણ ઉમટી પડે છે. બુ્રનેઇના શાસક બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વીતિયના અવસાન પછી સૌથી લાંબુ શાસન ધરાવે છે. 

(2) ભૂટાનની રાજાશાહીથી લોકો ખૂબ ખૂશ રહે છે 


ભારતનો પાડોશી દેશ ભૂટાન ભારત સાથે ગાંઢ સંબંધો ધરાવે છે. ભૂટાનમાં હજુ રાજાશાહી અકબંધ છે. નામગ્યેલ વાંગચૂક ભૂટાનના પાંચમા રાજા અને વાંગચૂક વંશના આગેવાન છે. 2006માં જિગ્મે ખેસર વાંગચૂકે ખૂબ નાની ઉંમરે દેશના રાજા તરીકેનું પદ સંભાળ્યું હતું. જિગ્મે ભૂટાનના રાજા બન્યા ત્યારથી ફેમસ રહ્યા છે. આમ તો ભૂટાનમાં વડાપ્રધાન અને રાષ્ટ્રપતિનું પદ હોય છે પરંતુ દેશના કામકાજ અને વહિવટમાં રાજા જ સર્વોપરી ગણાય છે. ભૂટાન દુનિયાનો એક માત્ર દેશ છે જયાં જીવનધોરણને જીડીપી નહીં પરંતુ ગ્રોસ નેશનલ હેપીનેસ એટલે કે હેપીનેસ ઇન્ડેક્ષથી માપવામાં આવે છે.

આ માપદંડ મુજબ વિશ્વમાં સૌથી ખુશ રહેતા લોકો ભૂટાનમાં રહે છે. હેપ્પીનેસ કોન્સેપ્ટ લાવવાનો શ્રેય ભૂટાનની રાજાશાહીને જાય છે. પોતાની મૂળભૂત સંસ્કૃતિને બચાવી રાખવા માટે રાજા દ્વારા કડક પગલા ભરવામાં આવે છે જે પ્રજાને મંજૂર છે. ડિજીટલ ક્રાંતિ અને ઇન્ટરનેટ ડેટાની દુનિયામાં બોલબાલા છે પરંતુ ઇન્ટરનેટ, સ્માર્ટફોન અને બીજી કેટલીક આધૂનિક ચીજવસ્તુઓનો મર્યાદિત ઉપયોગ જ થાય છે. ભૂટાન એવો દેશ છે જ્યાં પ્રવેશ માટે ભારતીયોએ વિઝા લેવા પડતા નથી.

 (૩) સ્વાઝીલેન્ડ- પ્રજા ગરીબ માત્ર રાજા જ અમીર 


14.5 લાખની વસ્તી ધરાવતો સ્વાઝીલેન્ડ દક્ષિણ આફ્રીકા અને મોઝામ્બિકની સરહદે આવેલો છે. આ રાજાશાહી સ્ટ્રકટચર ધરાવતો  ખૂબજ ગરીબ દેશ છે. 90 ટકા લોકો ગરીબી રેખાની નીચે જીવે છે. એક વ્યકિત દિવસમાં 80 રુપિયા કરતા વધારે ખર્ચ કરવા સમર્થ નથી. દેશના લોકો ભલે ગરીબ હોય પરંતુ રાજા ખૂબ અમીર છે. એક સમયે ફોર્બ્સની યાદીમાં દુનિયાના ટોચના અમીરોમાં એક ગણાતો હતો. સ્વાઝીલેન્ડનો રાજા એક કરતા વધુ મહિલાઓ સાથે લગ્ન કરી શકે છે. આ દેશની પરંપરા અનુસાર દર વર્ષે રાષ્ટ્રીય સમારોહ યોજાય છે.

જેમાં દેશની તમામ કુંવારી છોકરીઓની પરેડ કાઢવામાં આવે છે. આ પરેડમાં રાજા પોતાના માટે રાણી પસંદ કરે છે. પસંદ કરેલી યુવતીને કેટલાક સમય માટે મહેલમાં રાજાની પ્રેમિકા તરીકે રાખવામાં આવે છે. યુવતી ગર્ભવતી બને તે પછી જ રાજા તેની સાથે લગ્ન કરે છે. 2015માં ભારતમાં ભારત અને આફ્રીકા વચ્ચે શિખર સંમેલન યોજાયું ત્યારે સ્વાઝીલેન્ડ દેશના રાજા મસ્વાતી પોતાની 15 પત્નીઓે 30 બાળકો અને 100 નોકરો સાથે ભારત આવ્યા હતા. 

(4) સાઉદી અરબ- રાજાના ખાનગી વિમાન આલિશાન મહેલ જેવું છે

પેટ્રોલિયમની સમૃદ્ધિ ધરાવતા સાઉદી અરેબિયામાં રાજાને સલમાન કહેવામાં આવે છે. દેશના ખૂબ મહત્ત્વના કહી શકાય તેવા તમામ નિર્ણયો લેવાનો અધિકાર રાજા ધરાવે છે. આ ઉપરાંત બે મસ્જિદ અલ હરમ અને મસ્જિદ નબવીના પણ સંરક્ષણ ગણાય છે. અહીં રાજગાદી વારસાગત મળે છે. જો રાજાને સંતાન ના હોય તેવા કિસ્સામાં રાજા પાસે જાતે જ પોતાનો ઉતરાધિકારી નક્કી કરવાનો અધિકાર છે. આ દેશના રાજા પાસે ફરવા માટે પર્સનલ પ્લેન છે. જેની અંદરનું ઇન્ટીરિયર કોઇ આલિશાન મહેલ જેવું છે. સાઉદી અરબના રાજા સોનાની કારમાં ફરે છે. જાહેર કાર્યક્રમમાં તેમની એક ઝલક મેળવવા માટે લોકોની ભીડ એકઠી થાય છે.

(5) યુએઇ - શેખને સર્વોચ્ચ શાસકનો દરજ્જો મળે છે

યુએઇની રાજધાની અબૂધાબીમાં શેખ પસંદ કરવામાં આવે છે. આ શેખને દેશના સ્વામી એટલે કે અધિપતિનો દરજ્જો મળે છે. શેખ અલીફા બિન જાએદ અલ નાહય્નને દેશના વડાપ્રધાન હોવાનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે. શેખની તાનાશાહી કે જો હુકમીનો સામનો કરવો પડતો નથી. શેખ માટે લોકો ખૂબ આદર ધરાવે છે. કેટલાક મૂળભૂત કાયદાઓ, પરંપરાઓ અને નિયમોનું કડક પાલન કરવું પડે છે. 

(6) બહેરીન - રાજાનું અપમાન કરનારાને કડક જેલવાસ ભોગવવો પડે છે

30થી વધુ આઇલેન્ડસ પર વસેલા આ દેશમાં રાજાનું શાસન ચાલે છે. તાનાશાહ ગણાતા હમદ બબિન ઇસા અલ ખલીફા 2002થી સત્તા સંભાળે છે. 1932માં બહેરીનમાંથી જ દુનિયાને સૌ પ્રથમવાર ક્રુડ ઓઇલ મળ્યું હતું. રાજાનું અપમાન કરનારાને કડક જેલવાસો ભોગવવો પડે છે. કાયદા કાનુનનું કડકાઇથી પાલન કરાવવામાં આવે છે. રાજાના નામ અને તસ્વીર સાથે છેડછાડ કરનારા અનેકને જેલ થયેલી છે. 

(7) સુલતાન કાબૂસ પછી હૈયથમ બિન તારિક અલ સઇદ સત્તા સંભાળે છે

ઓમાન- ઓમાન પૂર્ણ રાજાશાહી ધરાવતો દેશ છે. આધુનિક અરબ વિસ્તારમાં ઓમાનના સુલતાન કાબૂસ સૌથી લાંબો સમય શાસન કરવાનો રેકોર્ડ ધરાવતા હતા. કાબૂસ 1970માં પોતાના પિતાનો તખ્તો પલટ કરીને સત્તા પર આવ્યા હતા. અવિવાહિત અને સંતાન વિહોણા કાબૂસનું 11 જાન્યુઆરી 2020માં 79 વર્ષે અવસાન થયું હતું. તેમના સ્થાને બે વર્ષથી ઉતરાધિકારી તરીકે હૈયથમ બિન તારિક અલ સઇદ સત્તા સંભાળે છે.