Get The App

'ભારત સામેના ટેરિફ દરમાં ફેરફાર નહીં થાય...', વ્હાઈટ હાઉસના અધિકારીઓની ચોખ્ખી વાત

Updated: Aug 4th, 2025

GS TEAM

Google News
Google News
'ભારત સામેના ટેરિફ દરમાં ફેરફાર નહીં થાય...', વ્હાઈટ હાઉસના અધિકારીઓની ચોખ્ખી વાત 1 - image


Donald Trump News : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલા ટેરિફથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. આ કારણે ટ્રમ્પ મીડિયામાં છવાઈ ગયા છે.  ટ્રમ્પે ભારત સામે પણ તેમણે 25 ટકા ટેરિફ લાદ્યો છે. આ દરમિયાન, વ્હાઇટ હાઉસના અધિકારીઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે મોટાભાગના ટેરિફ દરોને અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે અને હવે આ દરોમાં ફેરફારની કોઈ શક્યતા નથી.

જાણો શું બોલ્યા અધિકારી 

ટેરિફ અંગે, વ્હાઇટ હાઉસના આર્થિક સલાહકાર કેવિન હેસેટે કહ્યું છે કે મોટાભાગના ટેરિફ દરો લગભગ અંતિમ છે અને બજારની નકારાત્મક પ્રતિક્રિયા છતાં તેમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. 

દરેક અધિકારીના મોઢે એક જ વાત! 

ડોનાલ્ડ ટ્રમ્પના વરિષ્ઠ વેપાર સલાહકાર જેમિસન ગ્રીરે પણ આ જ વાત કહી છે. ગ્રીરના મતે,અમેરિકાના ટેરિફ દરો 'લગભગ નિશ્ચિત' છે અને તેમાં વાટાઘાટો માટે હવે કોઈ અવકાશ નથી. આ દરો 10% થી 41% સુધીના છે અને ભારત, યુરોપિયન યુનિયન, બ્રાઝિલ સહિત ઘણા અમેરિકન વેપાર ભાગીદારોને તે અસર કરશે.

Tags :