Get The App

કેનેડામાં 2.5 કિ.મી.માં ફેલાયેલું છે દુનિયાનું સૌથી નાનું રણ! ચારેબાજુ હરિયાળી અને વચ્ચે રેતાળ જમીન

Updated: Nov 21st, 2025

GS TEAM

Google News
Google News
કેનેડામાં 2.5 કિ.મી.માં ફેલાયેલું છે દુનિયાનું સૌથી નાનું રણ! ચારેબાજુ હરિયાળી અને વચ્ચે રેતાળ જમીન 1 - image


Canada Desert News : કેનેડાના ઉત્તર-પશ્વિમ વિસ્તારમાં એક એવું રણ આવેલું છે, જે દુનિયાનું સૌથી નાનું રણ ગણાય છે. બીજા બધા રણ કરતાં આ રણ ઘણી બધી રીતે અલગ છે. એની હવા અન્ય રણ જેવી સૂકી નથી. એમાં ઘણી ભેજ અનુભવાય છે. પ્રવાસીઓનું આ ફેવરિટ રણ છે.

દુનિયાના આ સૌથી નાના રણનો વિસ્તાર માત્ર 2.6 કિલોમીટરમાં ફેલાયેલો છે. રણની આસપાસ નયનરમ્ય પર્વતો છે. લીલીછમ હરિયાળી છે. પહાડ, રણ અને હરિયાળીનો આ ત્રિવેણી સંગમ દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષે છે. કારક્રોસ નામનું આ રણ કેવી બન્યું તે પણ વૈજ્ઞાાનિકો માટે સંશોધનનો વિષય રહ્યો છે.

સૌથી પ્રચલિત થિયરી એવી રજૂ થઈ છે કે આ રણના સ્થળે પહેલાં હિમ તળાવ હશે. હજારો વર્ષ પહેલાં હિમનદીમાંથી તળાવો સર્જાયા હશે. સમયાંતરે હવામાન બદલાયું હશે એટલે તળાવો સૂકાઈ ગયા હશે. એની રેતી જેમની તેમ રહી ગઈ હોવાથી રણ બની ગયું હશે. આપણે જેમને રણ કહીએ છીએ એ પ્રચલિત રણો કરતાં આ રણની રેતી પણ થોડી જુદી છે. એ ખૂબ બારીક છે. આસપાસમાં પહાડી અને હરિયાળી હોવાથી રણનું વાતાવરણ ગરમ નથી. ઠંડો પવન ફૂંકાય છે અને રેતી પણ ગરમાવાને બદલે ઠંડકનો અનુભવ કરાવે છે. કેનેડાનું આ રણ પ્રકૃતિનો કમાલ ગણાય છે.

Tags :