સ્પેન અને મોરક્કો વચ્ચે વિશ્વની સૌથી નાની માત્ર ૮૫ મીટરની આંતર રાષ્ટ્રીય સરહદ
નૌકાસેના જહાજો મારફતે સૈનિકોને જરુરી સામાન પુરો પાડે છે.
રક્ષણ માટે સ્પેનના સૈનિકોની ટુકડી દર મહિને બદલાતી રહે છે.
નવી દિલ્હી,14 ઓગસ્ટ,2025,ગુરુવાર
રક્ષણ માટે સ્પેનના સૈનિકોની ટુકડી દર મહિને બદલાતી રહે છે. આ એક એવો વિસ્તાર છે જયારે પીવાના શુદ્ધ પાણી અને વીજળીની પણ સુવિધા નથી. સ્પેનની નૌકાસેના જહાજો મારફતે સૈનિકોને જરુરી સામાન પુરો પાડે છે. ચીન વિશ્વમાં સૌથી વધુ ૧૫ દેશો સાથે સરહદો ધરાવે છે જયારે અમેરિકા અને કેનેડા વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદ સૌથી વિશાળ છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે વિશ્વમાં સૌથી ટુંકી સરહદ માત્ર ૮૫ મીટરની છે. આ અનોખી સરહદ સ્પેન અને મોરકકો વચ્ચે આવેલી છે. આલ સરહદ બે નાની ચટ્ટાનથી જોડાયેલી છે.
આ ચટ્ટાનનું નામ 'પેનોન ધ વેલેજ દે લા ગોમેરા' છે જે ઉત્તર આફ્રિકામાં આવેલી છે. સ્પેન અને મોરક્કો વચ્ચે આવેલી દુનિયાની સૌથી નાની સરહદનું આગવું મહત્વ છે. ઇસ ૧૫૬૪માં સ્પેનના એક સેનાપતિ પેડ્રો દે એસ્ટોપિનને ૧૯૦૦૦ ચો મીટરની ચટ્ટાન પર કબ્જો કર્યો હતો. આ ચટ્ટાનમાં સૌથી નાની સરહદનો પણ સમાવેશ થાય છે ત્યારથી સરહદ સ્પેનનો ભાગ છે. મોરક્કોએ અનેક પ્રકારની રજૂઆતો કરી હોવા છતાં સ્પેને કયારેય આ વિસ્તારને છોડયો નહી. સ્પેનના સૈનિકો લાઇનબધ્ધ ગોઠવાઇને રક્ષણ કરતા રહે છે.
મોરક્કો સાથેની ૮૫ મીટરની સરહદ સીમાપેનનો દે વેલેજને મોરકકોના કાંઠા વિસ્તાર સુધી જોડે છે. પહેલા આ ચટ્ટાન આઇલેન્ડ ગણાતો હતો પરંતુ ૧૯૩૪માં શકિતશાળી ભુકંપ આવવાથી એક નાનો રસ્તો બની ગયો હતો. ત્યારથી ૮૫ મીટરનો રસ્તો વિશ્વની સૌથી ટુંકી આંતરરાષ્ટ્રીય સરહદ ગણાય છે. રક્ષણ માટે સ્પેનના સૈનિકોની ટુકડી દર મહિને બદલાતી રહે છે.
આ એક એવો વિસ્તાર છે જયારે પીવાના શુદ્ધ પાણી અને વીજળીની પણ સુવિધા નથી. સ્પેનની નૌકાસેના જહાજો મારફતે સૈનિકોને જરુરી સામાન પુરો પાડે છે. ૨૦૧૨માં મોરક્કોના કેટલાક લોકો નાના પહાડ પર ચડી ગયા હતા. સ્પેનનો ઝંડો ઉતારીને મોરક્કોનો ઝંડો લગાવ્યો હતો. આ એક નાના આક્રમણને સૈનિકોએ ખાળીને ફરી સ્પેનનો ઝંડો લગાવ્યો હતો. સ્પેનની જમીન સરહદથી આ વિસ્તાર ઘણો દૂર હોવા છતાં સ્પેન મોરક્કોને સોંપવા માંગતું નથી.