Get The App

વિશ્વનો સૌથી નાનો માત્ર 47 સેકન્ડનો કોમર્શિયલ એર રુટ, દરરોજ 2 .7 કિમીનું અંતર કાપે છે

વેસ્ટ્રીથી પાપા વેસ્ટ્રી આઇલેન્ડ વચ્ચે ચાલતો દુનિયાનો સૌથી ટુંકો કોમર્શિયલ રુટ

રોજ સવારથી સાંજ સુધી દોડતી આ વિમાનફેરીમાં લોકો બેસે છે

Updated: Jun 13th, 2025

GS TEAM

Google News
Google News
વિશ્વનો સૌથી નાનો માત્ર 47 સેકન્ડનો કોમર્શિયલ એર  રુટ,  દરરોજ 2 .7 કિમીનું અંતર કાપે છે 1 - image

સ્કોટલેન્ડ,13 જૂન,2025,શુક્રવાર

સ્કોટલેન્ડના ઓર્કેની ખાતે આવેલા વેસ્ટ્રી અને પાપા વેસ્ટ્રી આઇલેન્ડ સુધીના 2.7 કિમીના અંતરને કાપવા માટે  કોર્મશિયલ એર ફલાઇટનો રોજ ઉપયોગ થાય છે. જેમાં બેસીને આ બે આઇલેન્ડ વચ્ચેનું અંતર પાર કરવામાં માત્ર 47  સેકન્ડનો સમય લાગે છે. આ સાથે જ સ્કોટલેન્ડમાં વેસ્ટ્રીથી પાપા વેસ્ટ્રી આઇલેન્ડ વચ્ચે ચાલતો દુનિયાનો સૌથી ટુંકો કોમર્શિયલ રુટ છે. 

જો કે કયારેક હવામાન ખરાબ હોય તેવા અસાધારણ સંજોગોમાં સ્કોટલેન્ડના ઉતર ભાગમાં આવેલા એક ટાપુ પરથી બીજા ટાપુ પર પહોંચવામાં વિમાન વધુમાં વધુ બે મિનિટનો લે  છે. પરંતુ નવાઇની વાત એ છે કે મુસાફરોએ સામાન્ય રીતે ટીકિટ લઇને વિમાનમાં બેસવામાં વાર લાગે તેટલી પહોંચવામાં વાર લાગતી નથી. રોજ સવારથી સાંજ સુધી દોડતી આ વિમાનફેરીમાં નોકરિયાત શિક્ષકો, હેલ્થ સ્ટાફ તથા બિમાર દર્દીઓ વધુ ઉપયોગ કરે  છે.

વિશ્વનો સૌથી નાનો માત્ર 47 સેકન્ડનો કોમર્શિયલ એર  રુટ,  દરરોજ 2 .7 કિમીનું અંતર કાપે છે 2 - image

માત્ર 47સેકન્ડ સુધી વિમાનમાં  બેસવાનો ટીકિટ દર દર 30 થી 40 ડોલર જેટલો થાય છે. દુનિયાના સૌથી ટુંકા વિમાન રુટ માટે લોકો મજાકમાં એમ પણ કહે છે કે પોપકોર્ન લઇને મોઢામાં નાખો તો તેને ઉતરીને ચાવવી પડે એટલો સમય લાગે છે. સ્કોટિશ નેશનલ હેલ્થ સર્વિસ સાથે સંકળાયેલા લોકો પણ આ અઢી કિમીના એર રુટનો સૌથી ઉપયોગ કરે છે. 

આ રુટ તો વર્ષોથી ચાલતો હતો પરંતુ પહેલી વાર તેની માહિતી દુનિયામાં વર્ષ 2011ના ગાળામાં આવી હતી. અહીં આવેલા કેટલાક ટુરિસ્ટોએ તેમના પ્રવાસ વર્ણનમાં આ વાત લખી એટલે બહારના પ્રવાસીઓ પણ ઉત્સુકતા ખાતર આ ફલાઇટમાં બેસે છે આથી સ્કોટિશ એરલાઇન્સને સારી આવક થાય છે. સ્કોટિશ સરકાર 4 મિલિયન પાઉન્ડમાં વિમાન ફેરી ચલાવવાનો કોન્ટ્રાકટ આપે છે.