Get The App

121 વર્ષથી અવિરત પ્રકાશ આપતો વિશ્વનો સૌથી લાંબી આવરદા ધરાવતો બલ્બ, કારણ જાણીને ચોકી જશો

બલ્બે તેના આયૂષ્યના 100 વર્ષ પૂરા કર્યા ત્યારે સંગીત પાર્ટીનું આયોજન થયું હતું

2013માં 75 વર્ષ જુની ઇલેકટ્રીક સપ્લાય લાઇન બળી પરંતુ બલ્બ યથાવત રહયો હતો

Updated: Jul 5th, 2023

GS TEAM

Google News
Google News
121 વર્ષથી અવિરત પ્રકાશ આપતો વિશ્વનો સૌથી લાંબી આવરદા ધરાવતો બલ્બ, કારણ જાણીને ચોકી જશો 1 - image


ન્યૂયોર્ક,5 જુલાઇ,2023,બુધવાર 

કેલિફોર્નિયાના લીવરપૂલ શહેરના ફાયરબ્રિગેડમાં એક બલ્બ 121વર્ષથી  24 કલાક સતત પ્રકાશ આપે છે. આટલા વર્ષો પછી પણ તે ડિફયૂઝ ન થયો હોવાથી ચાર વોટના બલ્બને જોવા માટે લોકો આવે છે. 2001માં આ બલ્બે તેના આયૂષ્યના 100 વર્ષ પૂરા કર્યા ત્યારે સંગીત પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને વધુ લોકો માણી શકે તે માટે વેબ કેમેરાથી પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેમ માણસે પોતાના જીવનમાં તડકો છાયો જોયા હોય એવું આ બલ્બ સાથે પણ બન્યું છે.

આ બલ્બને અગ્નિશામક વિભાગે ૧૯૩૭માં વીજળીની લાઇન બદલવાની થતા એ સમય પૂરતો બંધ રાખ્યો હતો. ત્યાર પછી તે અવિરત ચાલતો જ રહયો છે. 2013માં એવા સમાચાર વહેતા થયા કે આ બલ્બ ઉડી ગયો છે. આખી ઘટના પર તપાસ કરતા માલૂમ પડયું હતું કે ઇલેકટ્રીક સપ્લાય પૂરો પાડતી 75 વર્ષ જુની સપ્લાય લાઇન બળી ગઇ હતી. જો કે આ લાઇન બદલવાની સાથે જ સેન્ટેનિયલ લાઇટ બલ્બ ફરીથી પ્રકાશ રેલાવવા લાગ્યો હતો.

121 વર્ષથી અવિરત પ્રકાશ આપતો વિશ્વનો સૌથી લાંબી આવરદા ધરાવતો બલ્બ, કારણ જાણીને ચોકી જશો 2 - image

છેલ્લા ત્રણ દાયકામાંથી ચર્ચામાં રહેલો બલ્બ એક મ્યૂઝિયમ બની ચૂકયો છે. સૌથી લાંબા સમય સુધી અવિરત સેવા આપવા બદલ આ બલ્બને ગ્રીનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં પણ સ્થાન મળ્યું છે.બલ્બના  શોધક એડિસને પણ આટલી લાંબી આવરદા ધરાવતા બલ્બની કલ્પના કરી ન હતી. આ બલ્બની શોધ અને તેના માર્કેટ અંગેની એક ડોક્યુમેન્ટરીમાં જણાવ્યા મુજબ જો લાંબી આવરદા ધરાવતા બલ્બ બનાવવામાં આવશે તો લોકોએ માર્કેટમાંથી બલ્બ ખરીદવાની જરુર જ નહી પડે.

જો એમ થશે તો ધંધો જ ઠપ્પ થઇ જશે.આથી 1920ના સમયગાળામાં બલ્બની એક્ષપાયરી ડેટ ઘટાડીને ૨૫૦૦ કલાક કરવામાં આવી હતી.આ બલ્બનું નિર્માણ લાંબી આવરદા ધરાવતા લોટમાં થઇ હોયતો પણ એક સદી વટાવે તેટલા સમય સુધી સતત પ્રકાશ આપે તે વધુ પડતું છે. આજે બલ્બની ફિલામેન્ટની સરેરાશ આવરદા ૧ હજાર કલાકની હોય છે. આજકાલ લાંબા ગાળા સુધી ચાલે તેવી ચીજવસ્તુઓ બનાવવા પર ઓછું ધ્યાન આપવામાં આવે છે.

Tags :