Get The App

ચીનમાં દુનિયાની પ્રથમ ડ્રાઈવરલેસ હાઈસ્પીડ સ્માર્ટ ટ્રેન બેઈજિંગ અને ઝાંગજિયાકો વચ્ચે દોડી

- ટ્રેનની ઝડપ 350 કિલોમીટર પ્રતિ કલાક

- સ્માર્ટ ટ્રેને 174 કિલોમીટરનું અંતર 10 સ્ટોપ સાથે 47 મિનિટમાં પૂરૂં કર્યું : ટ્રેનમાં સ્માર્ટ લાઈટિંગ અને 5Gની સુવિધા

Updated: Jan 3rd, 2020

GS TEAM

Google News
Google News
ચીનમાં દુનિયાની પ્રથમ ડ્રાઈવરલેસ હાઈસ્પીડ સ્માર્ટ ટ્રેન બેઈજિંગ અને ઝાંગજિયાકો વચ્ચે દોડી 1 - image

બેઈજિંગ, તા. 2 જાન્યુઆરી, 2020, ગુરૂવાર

ચીનમાં દુનિયાની પ્રથમ ડ્રાઈવરલેસ હાઈસ્પીડ સ્માર્ટ ટ્રેન બેઈજિંગ અને ઝાંગજિયાકો વચ્ચે દોડી હતી. આ સ્માર્ટ ટ્રેને 174 કિલોમીટરનું અંતર 10 સ્ટોપ લઈને માત્ર 47 મિનિટમાં પૂરૂં કર્યું હતું. ટ્રેનમાં સ્માર્ટ લાઈટિંગ્સ ઉપરાંત 5જી અને વાયરલેસ ચાર્જિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ  ટ્રેનના પ્રોજેક્ટ પાછળ 56,496 કરોડ રૂપિયાનું બજેટ ફાળવાયું હતું.

ચીનમાં 2022નો વિન્ટર ઓલિમ્પિક્સ યોજાશે. એ ઓલિમ્પિક્સની યજમાની પાટનગર બેઈજિંગ અને ઝાંગજિયાકો શહેર કરે છે. ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખીને ચીને ખાસ સ્માર્ટ ટ્રેન બેઈજિંગ અને ઝાંગજિયાકો શહેર વચ્ચે શરૂ કરી છે. ચીને દાવો કર્યો હતો કે આ સ્માર્ટટ્રેન દુનિયાની પ્રથમ ડ્રાઈવરલેસ હાઈસ્પીડ ટ્રેન છે. બેઈજિંગ અને ઝાંગજિયાકો શહેર વચ્ચેનું 174 કિલોમીટરનું અંતર આ ટ્રેન માત્ર 45થી 47 મિનિટમાં પૂરૂં કરશે.

બેઈજિંગથી ઉપડેલી આ સ્માર્ટટ્રેને ઝાંગજિયાકો શહેર સુધી સ્માર્ટ ટેકનોલોજી, ચીને ખાસ વિકસાવેલી નેવિગેશન સિસ્ટમની મદદથી પહોંચી હતી. આ પ્રોજેક્ટ પાછળ ચીને અંદાજે 56,496 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું હતું. એ ટ્રેનમાં વાયરલેસ ચાર્જિંગ, 5જી નેટવર્ક કનેક્શન અને સ્માર્ટ લાઈટિંગ્સની સુવિધા ઉપલબ્ધ છે.

આ ટ્રેનમાં બધી જ સુવિધા આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સની મદદથી મળે છે. ટ્રેન ડ્રાઈવરલેસ છે, પરંતુ એક એન્જિનિયર ડ્રાઈવરબોર્ડ ઉપર હાજર રહે છે. કોઈ ઈમરજન્સી ખડી થાય તો આ એન્જિનિયરે સ્થિતિ થાળે પાડવાની રહેશે. ટ્રેનને રોબોટ મેઈનટેઈન કરશે. દરેક સ્ટોપ ઉપર રોબોટ કાર્યરત કરાયા છે.  ચાઈના સ્ટેટ રેલવે ગુ્રપે જણાવ્યું હતું કે આ સ્વયં સંચાલિત બુલેટ ટ્રેનનું નામ રિજુવેનેશન રાખવામાં આવ્યું છે.