ચીને 2009માં પોતાના સોશિયલ પ્લેટફોર્મ વીબોની શરૂઆત કરી હતી
ચીનમાં ફેસબૂક,વોટસએપ,ટવીટર નહી માત્ર વીબો ચાલે છે
વીબો સામ્યવાદી ચીન સરકારના નિરીક્ષણ અને નિયંત્રણ હેઠળ કાર્ય કરે છે
નવી દિલ્હી,1,જુલાઇ,2020,બુધવાર
વિશ્વમાં ફેસબૂક, વોટ્સએપ અને ટવીટર જેવા સોશિયલ પ્લેટફોર્મની બોલબાલા છે પરંતુ ચીનમાં લોકો વીબો સોશિયલ સાઇટસથી કમ્યૂનિકેશન કરે છે. શંકાશીલ સામ્યવાદી ચીનની તો દુનિયા જ નિરાળી છે. તે ભલે પોતાના દેશમાં ઉત્પાદિત થતા મોબાઇલમાં દુનિયાની સોશિયલ એપ્સ ઇન સ્ટોલ કરતું હોય પરંતુ ઘર આંગણે વીબો નામનું નેટવર્ક જ ચલાવે છે.
ચાઇનાના લોકોની સોશિયલ દુનિયા વીબોની આસપાસ જ ફરે છે બીજી તમામ સોશિયલ લાઇટ્સ પર પ્રતિબંધ છે.ચીન ઘર આંગણે લોકોના બળવા અને ક્રાંતિના ડરથી એટલું ગભરાયેલું રહે છે કે તે ફેસબુક, વોટસએપ જેવી સોશિયલ સાઇટસથી લોકોને દૂર રાખે છે. લોકોને બહારની દુનિયાનો પરીચય ના થાય અને વાણી સ્વાતંત્રતા અને અભિવ્યકિતના વિચારોથી પ્રભાવિત ના થાય તે માટે ચીન નાગરીકો પર બાજ નજર રાખે છે.
સીના કોર્પોરેશન દ્વારા વીબોની શરૃઆત ૧૪ ઓગસ્ટ ૨૦૦૯ના રોજ કરવામાં આવી હતી. દુનિયામાં ઇન્ટરનેટ ક્રાંતિની શરુઆત થઇ હતી અને સોશિયલ સાઇટસ પણ ખુલવા લાગી હતી આ સમયે ચીને પશ્ચિમી દેશોના બ્રાઉઝર્સ,એપ્સ કે સોશિયલ સાઇટ્સ પર ભરોસો કરવાના સ્થાને વીબોની શરુઆત કરી હતી. આ વીબો આ સાઇટ પરથી રોજ કરોડો મેસેજ છુટે છે. ચીનના વાઇબોનું મુળ નામ શીના છે તે ટવીટર અને ફેસબુકનું મિકસ વર્ઝન માનવામાં આવે છે. આ માઇક્રોબ્લોગીંગ સાઇટ્સમાં સૌથી આગળ ગણાતા વીબો પર ઇમેજીસ,મ્યુઝીક વિડિયો પણ શેર થઇ શકે છે. વાઇબો અંગ્રેજી ઉપરાત અન્ય સ્થાનિક ભાષા પણ ચાલે છે.
વીબો શરુ થયું ત્યારે તેના પર વધુ સમય પસાર કરનારાને ચીન પ્રોત્સાહન અને સન્માન આપતી હતી. વીબો ચાઇનીઝ સરકારના નિરીક્ષણ અને નિયંત્રણ હેઠળ કાર્ય કરે છે. તેમાં લખેલી વાંધાજનક પોસ્ટ અને શબ્દો આપોઆપ ડિલિટ થઇ જાય છે. કોઇ સેન્સેટિવ કોપિક પર ચર્ચા કરેલી હોયતો વપરાશકર્તા પાસે મેન્યુઅલી પણ ડિલિટ કરવાની ફરજ પણ પાડવામાં આવે છે.
ચીને ભારત સાથેની સરહદે તંગદિલી ઉભી કરતા ભારતમાં ચીન વિરોધી ભાવના બળવત્તર બની રહી છે. ભારતે ૫૯ ચીની મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ મુકતા ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વીબો પર ખળભળાટ મચી ગયો હતો.ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૫માં ચીનની મુલાકાત લીધી તે પહેલા 4 મે એ વીબોનું એકાઉન્ટ ખોલીને હેલ્લો ચાઇના લખ્યું હતું પરંતુ વર્તમાન સંજોગોમાં વીબોને અલવિદા કરી દીધું છે. પ્રાપ્ત માહિતી મુજબ વીબો પર કુલ ૧૧૫ જેટલી પોસ્ટ હતી જેમાંથી ૧૧૩ મેન્યૂઅલી ડિલિટ કરવામાં આવી છે. જો કે વીઆઇપી એકાઉન્ટ બંધ કરવાની અને છોડવાની એક પ્રક્રિયા હોય છે તે શરુ કરવામાં આવી છે.