Get The App

ચીન પાસેથી લોન લેવા સામે યુએસ બીજાઓને ચેતવે છે, પરંતુ તે પોતે જ તેનું સૌથી મોટુ દેવાદાર છે

Updated: Nov 18th, 2025

GS TEAM

Google News
Google News
ચીન પાસેથી લોન લેવા સામે યુએસ બીજાઓને ચેતવે છે, પરંતુ તે પોતે જ તેનું સૌથી મોટુ દેવાદાર છે 1 - image

- ચીન સિક્રેટ લેન્ડીંગ નેટવર્ક દ્વારા અમેરિકાની સંવેદનશીલ ટેકનોલોજી અને સિકયુરિટી પર નિશાન તાકે છે : યુએસ તે પ્રત્યે બેધ્યાન છે ?

નવી દિલ્હી : વર્ષોથી અમેરિકા અન્ય દેશોને ચેતવતુ આવ્યું છે કે ચીન પાસેથી લોન લેતા નહીં. ચીન તેની સ્ટેટ બેન્ક દ્વારા વિવિધ દેશોને લોનો આપી આર્થિક-મહસત્તા બનવા મથી રહ્યું છે. પરંતુ, છેલ્લા અહેવાલો તદ્દન વિરોધાભાસી વાસ્તવિકત દર્શાવે છે. ખરી વાત તે છે કે, અમેરિકા જ ચીન પાસેથી સૌથી વધુ લોન લે છે. આથી તેની સંવેદનશીલ ટેકનોલોજી અને સલામતી ઉપર જોખમ ઉભું થયું છે, તે તેને હજી પુરું સમજાતું નથી લાગતું. અરે તે નોન-પર્ફોર્મિંગ લોન પણ ચીન પાસેથી લઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે તે ધિરાણો ચીનની સરકાર પોતે સીધી રીતે કરતી નથી, પરંતુ સ્ટેટ બેન્ક ઓફ પીપલ્સ રીપબ્લિક ઓફ ચાયના દ્વારા તે ધિરાણો આપે છે. વાત બહુ સ્પષ્ટ છે. તે ધિરાણો વાસ્તવમાં તો ચીની સરકાર જ કરે છે. પરંતુ તે આડકતરી રીતે કરે છે. તે માટેની વાટાઘાટોમાં ચીનના કોઈ સરકારી અધિકારી હાજર હોતા જ નથી. પરંતુ તેની સ્ટેટ બેન્કના અધિકારીઓ જ ભૂમિકા ભજવે છે. અને તે પણ છૂપી રીતે. મોટા ભાગની લોન બનાવટી બેન્કો ઊભી કરી ચીન, કેમન આઈલેન્ડઝ, બર્મુડા અને ડેલ્વર વગેરેમાં બનાવટી બેન્કો ઊભી કરે છે. તે બેન્કોને ચીનની સ્ટેટ બેન્ક જ નાણાં આપે છે. પરંતુ તે સ્થળોએ રહેલી બેન્કો પાસે નાણાં ક્યાંથી આવ્યા તે બીજાઓને તો ખબર પડે જ નહીં. કોઈ પૂછે પણ શું કામ ? પરંતુ વર્જિનિયા (યુએસ) સ્થિત કોલેજ ઓફ વિલિયમ અને મેરી સ્થિત રિસર્ચ-લેબ એઇડ-ડેટા એ તે રકમનું મૂળ શોધ્યું છે.

આંચકાજનક બાબત તો તે છે કે તે બેન્કો પાસેથી માત્ર ગરીબ અને નાના દેશો જ નહીં, પરંતુ યુ.કે., જર્મની, ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડસ સહિત યુએસના બીજા સાથી દેશો પણ તે બેન્કો પાસેથી ઢગલાબંધ લોનો લે છે. ખુદ અમેરિકા પણ તે બેન્કો પાસેથી લોન લે છે.

આ અંગે વ્હાઇટ હાઉસના પૂર્વ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર વિલિયમ હેનાગન કહે છે કે, ખરી ચિંતા તે છે કે, ચાયનાએ ટેકનોલોજી ઉપર આ રીતે ગળુ જ પકડી લીધુ છે. તમો અર્થતંત્રને ચલાવવા માટે અનિવાર્ય તેવી મહત્વની પ્રોડકટસ ઉપર કેટલો કાબુ રાખી શકો છો, તેની ઉપર યુદ્ધોની હાર-જીત નિશ્ચિત થાય છે.

પ્રમુખ ટ્રમ્પ ચીનની જ ગણી શકાય તેવી બેન્કો પાસેથી તેમજ ચીનની બેન્કો પાસેથી ઢગલાબંધ લોન લે છે તે રકમ વિષે સમીક્ષા કરવાની પણ તકલીફ લેતા હશે કે કેમ ? તે જાણી શકાતું નથી. પરંતુ, એઈડ-ડેટા રિપોર્ટ પર નજર નાખીએ તો, તે લોનો વિશ્વની સૌથી મોટી આર્થિક સત્તાની સલામતી માટે ભયાવહ છે. તે દ્વારા ચીને અમેરિકાની સંવેદનશીલ ટેકનોલોજી અને સલામતીને નિશાનમાં લીધા છે. પ્રશ્ન તે છે કે અમેરિકા તે પ્રત્યે સજાગ છે કે નહીં ? તેમ પણ એઇડ-ડેટા રિપોર્ટમાં પૂછવામાં આવ્યું છે.