હ્યુસ્ટન સ્થિત દૂતાવાસનો કબજો લઈને અમેરિકાએ ચીનનો ધ્વજ ઉતારી લીધો
- 72 કલાકની નોટિસ પછી અમેરિકન અધિકારીઓની કાર્યવાહી
- અમેરિકાના સૂચનથી ઓસ્ટ્રેલિયાએ ઐતિહાસિક પુરાવા ન હોવાનું કારણ આગળ ધરીને દ. ચીની સમુદ્ર પર ચીનનો દાવો ફગાવ્યો
વૉશિંગ્ટન, તા. 25 જુલાઇ, 2020, શનિવાર
હ્યુસ્ટન સિૃથત ચીની દૂતાવાસને બંધ કરવાનો આદેશ આપ્યા પછી અમેરિકન અિધકારીઓએ દૂતાવાસનો કબજો લઈ લીધો હતો અને બિલ્ડિંગ પરથી ચીનનો ધ્વજ ઉતારીને અમેરિકાનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ચીનની સરકારે અમેરિકન સરકારના આ પગલાંની ઝાટકણી કાઢીને વળતી કાર્યવાહીની ધમકી આપી હતી.
હ્યુસ્ટન સિૃથત ચીનના વાણિજ્ય દૂતાવાસમાં ભેદી એક્ટિવિટી થતી હોવાનું કહીને અમેરિકાએ દૂતાવાસ ખાલી કરી દેવાનો આદેશ આપ્યો હતો. અમેરિકન સરકારના આદેશ પ્રમાણે 72 કલાકમાં દૂતાવાસને ખાલી કરી દેવાનું હતું. નોટિસનો સમયગાળો પૂરો થયો પછી તુરંત જ અમેરિકાના અિધકારીઓએ ચીની દૂતાવાસનો કબજો લઈ લીધો હતો.
ચાર દશકાં પહેલાં ખૂલેલા આ દૂતાવાસના બિલ્ડિંગ પરથી ચીનનો રાષ્ટ્રધ્વજ ઉતારી લેવાયો હતો અને અમેરિકન અિધકારીઓએ અમેરિકાનો રાષ્ટ્રધ્વજ ફરકાવી દીધો હતો. દૂતાવાસ ખાલી થઈ રહ્યું હતું ત્યારે ચીનનો વિરોધ કરી રહેલાં પ્રદર્શનકારીઓએ ચીની અિધકારીઓને ધક્કે ચડાવ્યા હતા.
અમેરિકન અિધકારીઓએ પાંચ માળની બિલ્ડિંગનો કબજો લઈ લીધો તે ચીનના વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી હતી. ચીને કહ્યું હતું કે અમેરિકાએ આ પગલું ભર્યું તેનાથી બંને દેશોના સંબંધો વધુ કથળી ગયા છે. હવે ચીન પણ વળતી કાર્યવાહી કરશે એવી ગર્ભિત ધમકી ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આપી હતી.
દરમિયાન ઓસ્ટ્રેલિયન સરકારે ચીનને એક ફટકો આપ્યો છે. અમેરિકાના સૂચનથી ઓસ્ટ્રેલિયાએ ચીનનો દક્ષિણ ચીની સમુદ્ર પરનો દાવો ફગાવી દીધો હતો. ઓસ્ટ્રેલિયન સરકારે એક નિવેદનમાં કહ્યું હતું કે દક્ષિણ ચીની સમુદ્ર પર ચીનનો એકાિધક હોવાના કોઈ જ ઐતિહાસિક પુરાવા મળતા નથી.
આ બાબતના કોઈ કાયદાકીય દસ્તાવેજો મળતા ન હોવાથી દક્ષિણ ચીની સમુદ્ર પર ચીનનો અિધકાર સ્વીકારી શકાય નહીં. ઓસ્ટ્રેલિયાના નિવેદનમાં અમેરિકાની તરફેણ કરીને કહેવાયું હતું કે દક્ષિણ ચીની સમુદ્રમાં ફ્રી મેરીટાઈમના અમેરિકાના અિધકારને નકારી શકાય તેમ નથી.