અહીંયા છે મહાભારતના વિલન ગણાતા શકુનીનું મંદિર, જાણો લોકો કેમ કરે છે પૂજા ?
યુધ્ધમાં વિનાશ થયા પછી શકુનીને ખૂબ પસ્તાવો થયો હતો
પ્રાયશ્ચિયત માટે સંન્યાસ લઇને ભગવાન શીવની ઉપાસના કરી હતી
તિરુવનંતપૂરમ, 22 જુલાઇ,2022, શુક્વાર
ભારતમાં હિંદુ સંસ્કૃતિ અને માન્યતા મુજબ કરોડો દેવી દેવતાઓ છે પરંતુ એક એવું મંદિર જેની કોઇએ કલ્પના કરી નહી હોય. મહાભારતમાં મામા શકુનીનું પાત્ર વિખવાદના મૂળમાં હતું..દક્ષિણ ભારતના કેરલ રાજયમાં શકુનીનું મંદિર આવેલું છે. મહાભારતના યુધ્ધની સોગઠાબાજી રચનારા મામા શકુનીની મંદિરમાં પૂજા પણ થાય છે. એવું માનવામાં આવે છે કે જે પણ વ્યકિત આ મંદિરમાં આવીને પૂજા કરે છે તેની મનોકામના પૂર્ણ થાય છે.
આ મંદિરનું મહત્વ અને સ્થાપનાની કહાની રસપ્રદ છે. એવું માનવામાં આવે છે કે મહાભારતના યુધ્ધનો અંત આવ્યો તે પછી જે વિનાશ વેરાયો તેનાથી શકુની વ્યથિત થયો હતો. તેને પણ સમજાયું કે ભારે અનર્થ થઇ ગયો છે. લાખો લોકો માર્યા ગયા અને વિશાળ સામ્રાજયને જે નુકસાન થયું તે પાર વગરનું હતું. આ પાપનું પ્રાયશ્ચિયત કરવાના ભાગરુપે શકુનીએ ગૃહસ્થ જીવનનો ત્યાગ કરીને સંન્યાસ જીવન જીવવાનું નકકી કર્યુ.
એવું માનવામાં આવે છે કે શકુની વ્યથિત જંગલોમાં રખડતું ભટકતું જીવન જીવવા લાગ્યા હતા. દુખી અને શોકાતૂર હોવાથી તપસ્યા માટે એકાગ્રતા રહેતી ન હતી. છેવટે ભગવાન શીવનું સ્મરણ કરતા મન શાંત થયું હતું. છેવટે ઘોર તપસ્યા કરતા ભગવાન શિવજીએ તેને દર્શન આપ્યા હતા. કાળક્રમે જે સ્થાન પર શકુનીએ તપસ્યા કરી હતી કે તે સ્થળે જ વર્તમાન મંદિર આવેલું છે. કેરલમાં આ મંદિરને મલંચારુવુ મલનાડ મંદિર કહેવામાં આવે છે.
જે પથ્થર પર બેસીને શિવજીની પૂજા કરી હતી તે પથ્થરની પણ પૂજા કરી હતી. હાલમાં આ સ્થળને પવિત્રેશ્વરમ પણ કહેવામાં આવે છે. આ મંદિરમાં મામા શકુની ઉપરાંત દેવીમાતા, કિરાતમૂર્તિ, અને નાગરાજાની પૂજા થાય છે. આ સ્થળે મલકકુડા મહોલસવમ ઉત્સવનું આયોજન થાય છે. જેમાં સેંકડો લોકો ભાગ લે છે. આ પ્રસંગે મામા શકુનીની વિશેષ પૂજા થાય છે.