નેધરલેન્ડના ઉટ્રેકટ શહેરના ૩૧૬ ગ્રીન બસ સ્ટોપની છત પર ધ્યાન ખેંચતી લીલોતરી
શહેરના ૩૧૬ જેટલા બસ સ્ટોપ સેડમ અને અનેય ફૂલ છોડથી ઢંકાયેલા રહે છે.
ઉટ્રેકટ લીલીછમ પહેલની સફળતાનું એક મુખ્ય ઉદાહરણ

એમ્સ્ટર્ડમ,12 નવેમ્બર,2025, બુધવાર
બસ સ્ટોપ પર વાંસના બેન્ચ અને એલઇડી લાઇટ ગોઠવવામાં આવી છે. શહેરના સુધરાઇતંત્રમાં ફરજ બજાવતા કર્મચારીઓ આ સ્ટ્રકચરની મરામત અને નિભાવણી માટે ઇલેકટ્રીક વાહનોનો ઉપયોગ કરીને એક સ્ટેશનથી બીજા સ્ટેશન સુધી પહોંચે છે. નેધરલેન્ડના ઉટ્રેકટ નામના શહેરના ગ્રીન બસ સ્ટોપ ધ્યાન ખેંચે છે. આમ તો આ એક સામાન્ય બસ સ્ટેન્ડ જ છે પરંતુ તેની છત ઉપર લીલોતરી ઉગાડીને નવો લૂક આપવામાં આવ્યો છે.
શહેરના ૩૧૬ જેટલા બસ સ્ટોપ સેડમ અને અનેય ફૂલ છોડથી ઢંકાયેલા રહે છે. આ એક એવી હરિયાળી જેની પર્યાવરણ પર હકારાત્મક અસર ઉભી થઇ છે. છોડ હવામાંથી ધૂળ અથવા પ્રદૂષકોને શોષીને તાપમાનને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. કેટલાક બસ સ્ટોપ પર વાંસના બેન્ચ અને એલઇડી લાઇટ ગોઠવવામાં આવી છે.

શહેરના સુધરાઇતંત્રમાં ફરજ બજાવતા કર્મચારીઓ આ સ્ટ્રકચરની મરામત અને નિભાવણી માટે ઇલેકટ્રીક વાહનોનો ઉપયોગ કરીને એક સ્ટેશનથી બીજા સ્ટેશન સુધી પહોંચે છે. યુક્રેકટવાસીઓને દૈનિક મુસાફરી દરમિયાન બસ સ્ટોપ રાહ જોવામાં જુદો જ અનુભવ થાય છે.
શહેરના રહેવાસીઓને પણ પોતાના ઘર પર લીલી છત લગાવવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. નાના બગીચા જેવી આ છત માયકોરાઇઝલ ફૂગવી વિશાળ વિવિધતાનું ઘર છે. આ ફૂગ અસંખ્ય રીતે પર્યાવરણની સેવા કરે છે અને વાતાવરણમાંથી કાર્બનને અલગ કરીને પોષકતત્વોનું ચક્ર વધારે છે. વિવિધ પ્રકારના સુક્ષ્મ જીવાણુઓના સંપર્કમાં આવવાથી રોગપ્રતિકારશકિત વધે છે.

અસ્થમા અથવા ક્રોનિક સોજાના રોગાના ફેલાવાને પણ અટકાવી શકાય છે. ગ્રીન રુફના છોડ માટે માઇક્રોરાઇઝલ ફૂગ તેમના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. મધમાખીઓ ઝડપથી ખલાસ થઇ રહી છે ત્યારે મધમાખીઓ રસ ચૂસે અને પરાગનયન કરે તેવા ફૂલછોડ પણ છતો પર જોવા મળે છે.
લીલીછત પરની વનસ્પતિ સૂર્યપ્રકાશને શોષી લે છે અને બાષ્પોત્સર્જન દ્વારા હવામાં ભેજ છોડે છે. વરસાદી પાણીને શોષીને પાણીના વહેણને ઘટાડે છે. ભારે વરસાદ દરમિયાન શહેરની ડ્રેનેજ સિસ્ટમ પર દબાણ ઘટાડે છે. આમ તો નેધરલેન્ડના બીજા કેટલાક ટાઉનમાં પણ જોવા મળે છે ઉટ્રેકટ લીલીછમ પહેલની સફળતાનું એક મુખ્ય ઉદાહરણ માનવામાં આવે છે.

એટલું જ નહી યુટ્રેકટના ઉદાહરણને અનુસરીને વિશ્વના ઘણા શહેરોએ આ પર્યાવરણને અનુકૂળ એવી માળખાગત વ્યવસ્થા અપનાવી છે જેમાં યુકેમાં લેસ્ટર, બ્રાઇટન અને સન્ડરલેન્ડ, ચેક રિપબ્લિકમાં પિલ્સેન અને એમ્સ્ટડેમનો પણ સમાવેશ થાય છે. લીલા રુફ બસ સ્ટોપ્સ નવીન શહેરી પર્યાવરણીય વ્યવસ્થાપનનો પુરાવો છે જે શહેરના જીવનની ગુણવત્તામાં વધારો કરીને ટકાઉ શહેરી વિકાસના વ્યાપક લક્ષ્યમાં ફાળો આપે છે. કુદરતી રીતે જ આસપાસના વાતાવરણને ઠંડુ રાખે છે. લીલીછમ છોડની રોપણી માટેના ખર્ચને આવરી લેવા માટે સબસિડી પણ આપવામાં આવે છે. આ લીલીછમ બસ સ્ટોપ યોજનાની વર્ષ ૨૦૦૯માં શરુઆત કરવામાં આવી હતી.

