Get The App

મહિલાઓમાં પૂર્વેજોના વાળની હેરવિગ પહેરવાનો વિચિત્ર રીવાજ

વાળનો સંગ્રહ કરીને તેમની પુત્રીઓને વારસામાં આપતી જાય છે.

ચીનના આદિજાતિ સમૂદાયના આ લોકો ગાયને પવિત્ર પશુ માને છે.

Updated: Sep 27th, 2025

GS TEAM

Google News
Google News
મહિલાઓમાં પૂર્વેજોના વાળની હેરવિગ પહેરવાનો વિચિત્ર રીવાજ 1 - image


બેઇજિંગ,27 સપ્ટેમ્બર,2025,શનિવાર 

મોર્ડન જમાનામાં પણ સદીઓ જુની કેટલીક પરંપરાઓ અચંબામાં નાખી દે તેવી હોય છે. સાઉથ વેસ્ટમાં ચીનના ગુઇઝાઉમાં મિઆઓ નામની જનજાતિના લોકો રહે છે. આ મિઆઓ વિશે એવું કહેવામાં આવે છે કે તેઓ પોતાનો ઇતિહાસ સાથે લઇને જ ફરે છે. આવું એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ જનજાતિની મહિલાઓ પૂર્વજોના વાળની વિગ પહેરવી એવો રીવાજ છે. ના માનવાનું મન થાય તેઓ આ વિચિત્ર રીવાજ સદીઓથી ચાલ્યો આવે છે. સામાન્ય રીતે મહિલાઓ માથાના વાળ ઓળે ત્યારે અનાયાસે ખરી પડતા વારને ફેંકી દે છે પરંતુ આ સમૂદાયની મહિલાઓ એક એકવાળનો સંગ્રહ કરીને તેમની પુત્રીઓને વારસામાં આપતી જાય છે.

મહિલાઓમાં પૂર્વેજોના વાળની હેરવિગ પહેરવાનો વિચિત્ર રીવાજ 2 - image

 સદીઓ પછી વારસામાં વાળ આપવાનો વારસો એટલો આગળ વધ્યો છે કે આજે મહિલાઓના માથાનો ભાગ વારસામાં મળેલા વાળથી ઢંકાઇ જાય છે.મહિલાઓ અને યુવતિઓ વારસામાં મળેલા વાળને વાર તહેવારે ધારણ કરવામાં ખૂબજ ગૌરવ અનૂભવે છે. આને સમૂદાયનો એક વિશિષ્ટ પ્રકારનો ડ્ેસ ગણવામાં આવે છે. આ સમુદાયના લોકોના જણાવ્યા મુજબ દાયકાઓ પહેલા પુરૃષો પણ પૂર્વજોના વાળની વિગ ધારણ કરતા હતા પરંતુ ધીમે ધીમે એ પ્રથા નિકળી ગઇ અને મહિલાઓમાં હજુ પણ આ પ્રથા હયાત છે. અચરજ પમાડે તેવી વાત એ છે કે ચીનના આદિજાતિ સમૂદાયના આ લોકો ગાયને પવિત્ર પશુ માને છે.વિશ્વમાં કોઇ સમુદાયમાં આ પ્રકારની ખાસિયત જોવા મળતી ના હોવાથી ઘણા પ્રવાસીઓ ગુઇઝાઉમાં આ જનજાતિના લોકોને નજીકથી જોવા સમજવા પ્રયાસ કરે છે.

Tags :