નેપાળમાં હજી પરિસ્થિતિ યથાવત બની નથી વેચાણ પર માઠી અસર થઈ છે : વેપારીઓ
- હવે પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડતી જાય છે પરંતુ રમખાણો પછી હજીએ લોકોમાં અજંપો છે, તેઓ શોકાતુર છે : ગૃહિણી
ખટમંડુ : નેપાળમાં હજી પરિસ્થિતિ યથાવત બની નથી. વેચાણ ઉપર માઠી અસર થઈ રહી છે. નેપાળમાં તાજેતરમાં જાગેલા જનઆક્રોશ અને તે પછી સુ.શ્રી. કાર્કીએ વડાપ્રધાન પદ સંભાળ્યા પછી પણ નેપાળમાં થોડો અજંપો પ્રસરી રહ્યો છે. રસ્તાઓ ઉપર વાહનો જતાં દેખાય છે. દુકાનો ઉઘડી રહી છે પરંતુ વ્યાપારીઓ ચિંતાગ્રસ્ત છે. માલની ખરીદીમાં ભારે ઓટ આવતાં વેપારી વર્ગની મુંઝવણ વધી છે. બીજી તરફ એક ગૃહિણી સબિતા સુરખેનીએ પત્રકારોને જણાવ્યું હતું કે, 'દેખીતી રીતે જ પરિસ્થિતિ થાળે પડતી જાય છે. દુકાનો ઉઘડી રહી છે પરંતુ હજી માલની ખપત વર્તાતી નથી.'
એક ગૃહિણી સબિતા સુખેવીએ જણાવ્યું હતું કે, 'હવે પરિસ્થિતિ થાલે પડતી જાય છે. પરંતુ રમખાણો શમી ગયાં હોવા છતાંએ લોકોમાં અજંપો રહેલો છે. રમખાણોમાં આશરે ૭૨ના નિધન થયા હોવાથી શોકની કાલીમા છવાયેલી રહી છે, લોકો શોકાતુર છે.'
વડાપ્રધાન સુશીલા કાર્કીએ પદ ગ્રહણ કર્યા પછી ત્રણ વ્યક્તિઓને કાર્કીએ મંત્રીપદે નિયુક્ત કરી તેઓનાં નામ આ પ્રમાણે છે. કુલમાન ધીસિંગ, ઓમ પ્રકાશ આર્યલ અને રામેશ્વરે ખનાલ.