Get The App

એ ગુપ્ત અહેવાલમાં નાટોના 8 લાખ સૈનિકો સામે રશિયાએ 10 લાખ સૈનિકો તૈનાત કર્યાનું કહ્યું છે

Updated: Nov 28th, 2025

GS TEAM

Google News
Google News
એ ગુપ્ત અહેવાલમાં નાટોના 8 લાખ સૈનિકો સામે રશિયાએ 10 લાખ સૈનિકો તૈનાત કર્યાનું કહ્યું છે 1 - image

- મહાયુદ્ધના ભય વચ્ચે જર્મનીની ગુપ્ત યોજના બહાર પડી ગઈ

- જો યુદ્ધ થશે જ તો પહેલા જ કલાકમાં યુરોપમાં ખાના-ખરાબી થઇ જશે, પાયાનાં સાધનો નાશ પામશે મિસાઇલ, વિમાન હુમલા થશે : શું નહીં થાય તે પ્રશ્ન છે

બર્લિન : રશિયાના પ્રમુખ પુતિન ડીસેમ્બર ૪-૫ દરમિયાન ભારતની મુલાકાતે આવવાના છે તે પૂર્વે નાટોની ગુપ્ત યોજના બહાર પડી ગઈ છે. જર્મનીમાંથી વૉર પ્લાન લીક થઇ ગયો છે. તેમાં જણાવ્યુંછે કે રશિયા સાથે યુદ્ધ થાય તો જર્મની નાટો અને અમેરિકા ૮ લાખ જેટલા સૈનિકો પૂર્વ તરફ મોકલી શકે તેમ છે, તો રશિયા તેની સામે ૧૦ લાખ સૈનિકો મોકલવા સક્ષમ છે.

હવે જો યુદ્ધ ફાટી જ નીકળે તો યુદ્ધના પહેલા જ કલાકમાં યુરોપમાં ખાના ખરાબી ફેલાઈ જઇ શકે તેમ છે. કોલ્ડ વૉર સમયે બાંધેલા ડીપો ખતમ થઇ જઇ શકે. માનવબળની એટલી જરૂરિયાત ઉભી થશે કે કોન્ટફ્રીપ્ટ (દરેક યુવાનને ફરજિયાત યુદ્ધમાં જોડવા પડે તે) યુરોપના દરેક દેશે હાથધરવું પડશે. યુરોપીય દેશોનાં ઇન્ફ્રા-સ્ટ્રક્ચર્સ (પાયાનાં સાધનો)નો નાશ થઇ જશે. મિસાઇલ્સ અને વિમાની હુમલાઓ તારાજી વેરી નાખી શકે તેમ છે. તેથી યુરોપે તે માટે પૂર્વથી જ રક્ષણાત્મક તૈયારીઓ કરવી પડે તેમ છે.

આ અહેવાલમાં અત્યંત મહત્ત્વનો પ્રશ્ન તે પૂછાયો છે કે અત્યારે જ ક્ષિતિજે દેખાઈ રહેલા આ સંઘર્ષ માટે યુરોપ તૈયાર છે ખરું ? તેનું રશિયા સાથે યુદ્ધ થાય જ તો યુરોપનું એક પણ શહેર સુરક્ષિત રહી શકે ?

આ અંગે નિરીક્ષકો કહે છે : જો આ યુદ્ધ ફાટી જ નીકળે તો અમેરિકાને તેનાં નાટો સાથીઓ તેમજ યુરોપના અન્ય દેશોને પણ બચાવવા યુદ્ધમાં ઝંપલાવવું જ પડે. અમેરિકા ઝંપલાવે જ સાથે રશિયાના સાથી દેશો ચાયના અને ઉત્તર કોરિયા પણ જોડાય જ, તેમજ પૂર્વેનાં સોવિયેત સંઘના સંઘટક તેમાં મધ્ય એશિયાઈ દેશો પણ જોડાય, તો અમેરિકા સાથે કેનેડા અને ઓસ્ટ્રેલિયા તથા જાપાન અને ફીલીપાઈન્સ તથા ટચુકડું તાઈવાન પણ જોડાય. શું થશે તે પ્રશ્ન જ નિરર્થક છે. શું નહીં થાય ? તે મૂળભૂત પ્રશ્ન છે. ઉત્તર ઘણો કઠોર છે. પણ એક જ શબ્દનો છે : ત્રીજું વિશ્વયુદ્ધ. આશા રાખીએ કે તે દિવસ ન આવે.