પૃથ્વીની ધરી પર ભ્રમણગતિમાં વધારો,૨૨ જુલાઇ અને ૫ ઓગસ્ટે દિવસ ૧.૩ થી ૧.૫ મિલિ સેકન્ડ ઘટશે
૧ થી ૨ અબજ વર્ષ પહેલા પૃથ્વી પર એક દિવસ માત્ર ૧૯ કલાકનો હતો.
એ સમયે ચંદ્ર પૃથ્વીથી પ્રમાણમાં વધુ નજીક હતો
ન્યૂયોર્ક,૧૪ જુલાઇ,૨૦૨૫,સોમવાર
સૌ જાણે છે કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે પરંતુ ધરી પર ફરવાની ગતિમાં વધારો થયો છે, પરિણામ સ્વરુપ દિવસનો સમય ઓછો થયો હોવાનું બહાર આવ્યું છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આવનારા સમયમાં આની પુષ્ટી થયા પછી આવનારા સમયમાં ૨૪ કલાક કરતા ઓછો સમય મળશે. સંશોધકોએ આ વર્ષે જ ૨૨ જુલાઇ અને ૫ ઓગસ્ટના દિનને ૧.૩ થી ૧.૫ મિલિ સેકન્ડ સુધી ઓછો થવાની વાત કરી છે.
જો કે દિવસનો ઘટેલો સમયગાળો ખાસ ઉપકરણોની મદદથી જ માપી શકાય છે. પૃથ્વી ઘૂમવાથી લઇને સામાન્ય સમજ એવી છે કે ૨૪ કલાકમાં સૂર્યનું એક ચક્કર કાપે છે જે એક દિવસની અવધી ગણાય છે. સંશોધન એમ કહે છે કે આ ગતિ હંમેશાને માટે સ્થિર રહેતી નથી. ચંદ્રમા અને સૂર્યની સ્થિતિ સમય સાથે બદલાઇ જાય છે. ભૂકંપ અને બીજી કેટલીક ભૂગર્ભીય ઘટનાઓ પણ પૃથ્વીની ધૂર્ણનની ગતિને બદલી શકે છે તેની દિવસના સમય પર અસર થાય છે. જો કે પૃથ્વીની ધરી આસપાસની ગતિમાં વધારો કે ઘટાડો થવોએ કોઇ નવી વાત પણ નથી.
સંશોધકોના ધ્યાનમાં આવ્યું છે કે ૧ થી ૨ અબજ વર્ષ પહેલા પૃથ્વી પર એક દિવસ માત્ર ૧૯ કલાકનો હતો. એ સમયે ચંદ્ર પૃથ્વીથી પ્રમાણમાં નજીક હતો અને ગુરુત્વાકર્ષણબળ પણ વધારે હતું. આ અંતરના લીધે પૃથ્વીની ભ્રમણ ગતિને ધીમી થઇ હતી. જેનાથી દિવલ લાંબા થતા ગયા હતા જે વધીને ૨૪ કલાકના ચક્ર સુધી પહોંચી ગઇ હતી. લાખો વર્ષો સુધી ૨૪ કલાક રહયા પછી હાલના વર્ષોમાં કેટલાક ફેરફારો થયા છે. પાંચ વર્ષ પહેલા ૨૦૨૦માં વૈજ્ઞાાનિકોના ધ્યાનમાં આવ્યું હતું કે પૃથ્વી પોતાના ઇતિહાસના કોઇ પણ સમયની સરખામણીમાં વધારે ભમે છે.
જુલાઇ ૨૦૨૪માં પ્રથમવાર ૨૪ કલાકમાં ૧.૬૬ મિલિ સેકન્ડનો ઘટાડો નોંધાયો હતો. આ વર્ષે પણ વૈજ્ઞાાનિકો ૨૪ કલાક કરતા ઓછો સમય રહેવાની વૈજ્ઞાાનિકો આગાહી કરી રહયા છે. એક દિવસના સમયમાં ૧ થી ૨ મિલિ સેકન્ડનો ફેરફાર માણસની જીંદગી પર કોઇ અસર કરતો નથી. નોર્મલ ઘડિયાળોનો સમય છે એમાં પણ કોઇ ફર્ક પડતો નથી. જો કે આ નાનો બદલાવ સેટેલાઇટ સિસ્ટમ, જીપીએસ અને સમય ટ્રેક કરવાના સમય પર અસર કરશે. આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ ન્યુકલિયર વૉચને સેટ કરવી પડે છે અને લીપ સેકન્ડમાં જોડવું કે ઘટાડવું પડી શકે છે જેથી કરીને અધિકારિક સમયે ગ્રહના વાસ્તવિક ભ્રમણ સાથે તાલમેલ ગોઠવી શકાય.