અસલી અયોધ્યા ભારતમાં નહીં પણ નેપાળમાં : ઓલી
- નેપાળના વડાપ્રધાનનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન
- ભારતે સાંસ્કૃતિક અતિક્રમણ માટે નકલી અયોધ્યાનું નિર્માણ કર્યુ છે
કાઠમંડુ, તા. 13 જુલાઇ, 2020, સોમવાર
નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલીએ ભારત પર નેપાળની સરહદમાં અતિક્રમણનો આરોપ મૂક્યા પછી હવે તેમણે સાંસ્કૃતિક અતિક્રમણનો નવો રાગ આલાપ્યો છે. તેમણે અયોધ્યાને ભારતમાં હોવાનું માનવાથી ઇનકાર કર્યો છે. ઓલીએ જણાવ્યું છે કે ભારતમાં જે અયોધ્યા છે તે નકલી છે અને અસલી અયોધ્યા નેપાળમાં છે.
નેપાળના વડાપ્રધાને જણાવ્યું છે કે ભારતે સાંસ્કૃતિક અતિક્રમણ માટે નકલી અયોધ્યાનું નિર્માણ કર્યુ છે જ્યારે અસલી અયોધ્યા નેપાળમાં છે.ઓલીએ કવિ ભાનુભક્ત આચાર્યની જયંતિ પર પોતાના સત્તાવાર રહેઠાણ બ્લૂવોટરમાં આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે નેપાળ પર સાંસ્કૃતિક રીતે અત્યાચાર કરવામાં આવ્યો છે. ઓલીના જણાવ્યા અનુસાર ઐતિહાસિક તથ્યોને પણ તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યા છે.
આપણે હજુ પણ માનીએ છીએ કે અમે ભારતીય રાજકુમાર રામને સીતા આપી હતી પણ વાસ્તવમાં અમે ભારતમાં સિૃથત અયોધ્યાના રાજકુમારને સીતા આપી ન હતી પણ નેપાળના અયોધ્યાના રાજકુમારને સીતા આપી હતી. ઓલીએ વધુમાં જણાવ્યું છે કે જો ભારતની અયોધ્યા વાસ્તવિક છે તો ત્યાંના રાજકુમાર લગ્ન માટે જનકપુર કઇ રીતે આવી શકે?