World

જાપાનમાં ૮૦ મીટર લાંબા સાંપની આકૃતિ સાથેના સરઘસનું રહસ્ય

By GS TEAM
1 Sep 20251 min read
જાપાનમાં ૮૦ મીટર લાંબા સાંપની આકૃતિ સાથેના સરઘસનું રહસ્ય

ટોક્યો,૧ સપ્ટેમ્બર,૨૦૨૫,સોમવાર 

જાપાનના નીગાતા પ્રી ફૈકચરના એક ગામમાં રવિવારે મુખ્યત્વે વાંસમાંથી બનેલા ૮૦ મીટર લાંબા સાંપની આકૃતિ સાથે એક  મોટું સરઘસ નિકળ્યું હતું. આ સરઘસ સેકિકાવા ગામમાં દર વર્ષે ઓગસ્ટના અંતમાં મનાવાતા વિશેષ દિનના ભાગરુપે હતી. આ સાંપની લંબાઇ ૮૨.૫ મીટર રાખવામાં આવી હતી. જેનો સંબંધ ૨૮ ઓગસ્ટ ૧૯૪૭માં આવેલી જળ સંબંધી આફતની સ્મૃતિઓ સાથે જોડાયેલો છે. આ વર્ષે ૮ વર્ષ પછી પ્રથમ વાર નવો સાંપ તૈયાર કરવામાં આવ્યો હતો કારણે જૂનો સાપ ઘસાઇને તૂટી ગયો હતો.

 આ નવા તૈયાર કરાયેલા સાંપનું વજન ૨ ટન જેટલું હતું જેને અનેક લોકોએ ઉપાડી લીધો હતો. સાંપને ટેકો આપીને સરઘસમાં ભાગ લઇ રહેલા લોકો વિશેષ દિનને યાદ કરી રહયા હતા. અંદાજે ૫૦૦ જેટલા લોકો સાંપ ઉઠાવીને ૫ કિલોમીટરનો રસ્તો કાપવામાં ૩ કલાકનો સમય લીધો હતો. રસ્તામાં એકઠા થયેલા લોકોએ વિશાળકાય સાંપ સાથે ફોટા પડાવ્યા હતા. શોભાયાત્રાના અંતિમ પડાવ દરમિયાન કોણી અને હાથની મદદથી વિશાળકાય સાંપને જમીન પર બેસાડવામાં આવ્યો હતો. દર્શકોએ તાળીઓ સાથે ખૂશી પ્રગટ કરી હતી.