ન્યૂયોર્ક,13 જૂન,2025,શુક્રવાર
વિશ્વમાં વિમાન અકસ્માત અને તેના રહસ્યોની પણ એક દુનિયા છે. એવી જ એક ઘટના ૧૯૩૭માં બની હતી જેમાં વિમાન ક્રશ થયા પછી મહિલા પાયલોટનું શું થયું તે કયારેય બહાર આવ્યું ન હતું. વિમાન ક્રશનું લોકેશન કે મહિલા પાયલોટનું શબ પણ મળ્યું ન હતું. એક જમાનામાં અમેરિકામાં આ ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી. આ મહિલા પાયલોટનું નામ અમેલિયા હતું.
૩ જુન ૧૯૩૭ના રોજ વિમાન લઇને ઉડેલી મહિલા પાયલોટ અમેલિયા ઇયરહાર્ટ પાછી ફરી ન હતી. અમેરિકી સરકારે ત્રણ વર્ષ સુધી શોધખોળ આદરીને છેવટે ૧૯૩૯માં આ મહિલા પાયલોટને મૃત જાહેર કરી હતી. ૧૯૩૭ના રોજ બપોર ૧૨.૩૦ની ટકોરે અમેલિયા ઇયરહાર્ટ નામની મહિલા પાયલટ તેના સાથી નુવાન સાથે ઉડાણ ભર્યા પછી મધ્ય પેસિફિક સમુદ્વમાં હોલેન્ડ પાસે વિમાન ગુમ થઇ ગયું હતું. અમેલિયા કાંઇ જેવી તેવી વિમાન ચાલક ન હતી તે લાંબી ઉડાન ભરીને એટલાન્ટીક પાર કરનારી વિશ્વની પ્રથમ મહિલા પણ હતી.
તે એક વાર કેલિફોર્નિયાથી ઓકલેન્ડ ગઇ ત્યારે ભારતના આકાશ પરથી પણ ઉડી હતી. ગુમ થયેલી આ વિમાનચાલકે ૩ જી જુલાઇના રોજ સવારે ૭.૨૦ વાગે પોતાની પોઝીશન નકમાનું આઇલેન્ડથી દક્ષિણ પશ્ચિમમાં ૨૦ માઇલ આસપાસ હોવાનું જણાવેલું પરંતુ એ પછી સંપર્ક કપાઇ ગયો હતો. આજે પણ અમેરિકામાં અમેલિયા અંગે જેટલા મોઢા એટલી વાતો થાય છે પરંતુ વિમાન ગુમ થવાનું મૂળ રહસ્ય 88 વર્ષ પછી પણ જડયું નથી. પહેલા તો સૌથી સાદું એ વિચારવામાં આવે છે કે કદાંચ ઇંધણ ખતમ થઇ જાવાના કારણે વિમાન દરિયામાં તુટી પડયું હશે.

અમેલિયાના ગૂમ થવાની કથા વસ્તુના આધારે હોલીવુડમાં ફિલ્મ પણ બની છે
બીજી એક માન્યતા એ પણ છે કે તે અમેલિયા અમેરિકી પ્રમુખ ફેન્કલીન ડી રુઝવેલ્ટની જાસુસ હતી અને માર્શલ આઇલેન્ડ પાસે જાસૂસી કરવામાં પકડાઇ જતાં જાપાની સૈનિકોએ પકડીને પુરી દીધી હતી. ઘણા એવું પણ માને છે કે આ લેડીના વિમાનને જાપાન આઇલેન્ડ પાસે અકસ્માત થતા દરિયાની રેતમાં તેનું શબ પડયું જેને કેકડાઓએ કોરી ખાધું હતું.
જો કે આ શિવાય બીજી એક થિએરી એવી પણ છે કે તેણીની એ ફલાઇટને ન્યુ જર્સી તરફ વાળ્યું હતું. તેણે પછીથી પોતાનું નામ પણ બદલી નાખીને નેપથ્યમાં રહેવા માંડી હતી. એક રહસ્યમયી થિએરી મુજબ તેને એલિયન એટલે કે પરગ્રહવાસીઓ પકડી ગયા હતા.અમેલિયાના ગૂમ થવાની કથા વસ્તુના આધારે હોલીવુડમાં ફિલ્મ પણ બની છે. એક માન્યતા મુજબ અમેલિયાએ ગાર્ડનર નામના માનવ વિહોણા ટાપું પર ઉતરાયણ કર્યું અને અહીં જ ભુખ્યા તરસ્યા તેનું મોત થયું. મે ૨૦૧૨માં દક્ષિણ પેસિફિકના આ અંતરિયાળ ટાપુ પર ક્રિમની ખાલી કાચની શીશી મળી આવેલી જે અમેલિયાની હોવાની શંકા રજૂ કરી હતી.


