World

નકશામાં આફ્રિકાને ગ્રીનલેન્ડથી પણ નાનું દર્શાવાયું છે, કાર્ટોગ્રાફરે જાણી જોઈને તેમ કર્યું છે : તેવી છલના ભારત સાથે પણ કરાઈ છે

By GS TEAM
26 Aug 20252 mins read
નકશામાં આફ્રિકાને ગ્રીનલેન્ડથી પણ નાનું દર્શાવાયું છે, કાર્ટોગ્રાફરે જાણી જોઈને તેમ કર્યું છે : તેવી છલના ભારત સાથે પણ કરાઈ છે

- આ માત્ર કાર્ટો ગ્રાફીનો પ્રશ્ન નથી : ગોરાઓનાં માનસનો પ્રશ્ન છે

- ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લએ ISSમાં રહી અંતરિક્ષમાંથી જોતાં કહ્યું કે : ભારત નકશામાં દેખાય છે તે કરતાં ઘણું વિશાળ અહીંથી દેખાય છે

નવીદિલ્હી : આફ્રિકાનો સાચો નકશો દર્શાવવાની આફ્રિકન-યુનિયને ઝૂંબેશ ઉઠાવી છે. અત્યારે ખૂબ જ પ્રચલિત રહેલા મર્કેટર-મેપમાં આફ્રિકા ખંડને ગ્રીનલેન્ડ કરતાં પણ નાનો દર્શાવાયો છે. તેવી જ રીતે ભારત પણ જેવડું છે તે કરતાં નાનું દર્શાવાયું છે.

જૂન મહિનામાં ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈ.એસ.એસ.)માંથી પાઠવેલા સંદેશામાં જણાવ્યું હતું કે નકશાઓમાં દર્શાવાતાં ભારત કરતાં ભારત ઘણું મોટું અહીંથી દેખાય છે.

આ ઉપરથી કહી શકાય કે, ભારત અને આફ્રિકા જેવાં ટ્રોપિકલ રીજીયન્સ મર્કેટર પ્રોજેકશન દ્વારા દોરવામાં આવેલા નકશાઓમાં યુરોપ, ગ્રીનલેન્ડ અને ઉત્તર અમેરિકા તેમનાં માપ કરતાં ઘણાં મોટાં દર્શાવાયા છે. આથી આફ્રિકામાં તેવા નકશાઓ સામે ઝૂંબેશ ઊઠાવવામાં આવી છે અને ૧૫૬૯માં ફલેમિશ કાર્ટોગ્રાફર જેરાલ્ડસ મર્કેટરે રચેલા મર્કેટર-પ્રોજેકશનને અસ્વીકાર્ય ગણ્યું છે.

આફ્રિકન યુનિયન કમિશનનાં ડેપ્યુટી ચેરપર્સન સેલ્મા મલિકાએ રોઈટર્સને જણાવ્યું હતું કે આફ્રિકાને ખોટી રીતે દર્શાવવાથી દુનિયાનો તેના પ્રત્યેનો અભિગમ વિકૃતિ પામે છે. તેની અસર મીડિયા, એજ્યુકેશન અને પોલિસી ઉપર પણ થાય તે સહજ છે.

આ પ્રકારના ખોટા નકશાઓની ટીકા કરતાં તજ્જ્ઞાો કહે છે કે તે માત્ર કદ કે આકારનો પ્રશ્ન નથી. તે ગોરાઓનાં માનસનો પ્રશ્ન છે. જેઓ આફ્રિકા ખંડ અને ભારત જેવા દેશને નાના જ ગણે છે.

વાસ્તવમાં ફલેમિશ કાર્ટોગ્રાફર (નકશા બનાવનાર) જેરાલ્ડસ મર્કેટરે ૧૫૬૯માં વહાણવટાને સહાય કરવા આ નકશાઓ બનાવ્યા હતા તેનો હેતુ વહાણવટાને સહાય કરવાનો હતો, સ્પષ્ટ નકશાઓ બનાવવાનો ન હતો. તેણે નળાકાર રીતે પૃથ્વીનો નકશો દોર્યો. તેમાં વહાણોના પ્રવાસ માટે રેખાઓ દોરી તે સમયે સાગર-ખેડૂઓ વિવિધ દેશો સ્થળો અને ટાપુઓ શોધતા હતા. (તે ઉપરથી તો ટ્રેઝર  આઈલેન્ડ રોબિન્સન ક્રૂઝો જેવી નવલો લખાઈ હતી.)

મુખ્યત: તેમને માટે રચાયેલા આ નકશાઓમાં જેમ જેમ ઉત્તર ધુ્રવ કે દક્ષિણ ધુ્રવ તરફ જતા જઈએ તેમ તેમ દેશોનાં કદ વધતાં જાય છે. જેમકે ગ્રીનલેન્ડ આફ્રિકાના ૧૪મા ભાગ જેટલો જ હોવા છતાં તે લગભગ આફ્રિકા જેટલો જ દેખાય છે. તેમાં ૩૧.૬ લાખ ચો.કી.મી. જેટલું માપ ધરાવતું ભાગ ગ્રીનલેન્ડ કરતાં ૧.૫ ગણું વધુ હોવા છતાં ગ્રીનલેન્ડ ભારતનાં માપ જેટલું દર્શાવાયું છે.

ટૂંકમાં વિશ્લેષકો તો સ્પષ્ટ કહે છે કે આ રીતે વિકૃત નકશાઓ રચનાર ગોરાલોકોની માનસિક વિકૃતિ જ દેખાઈ રહી છે. જેઓ પોતાને કાળાઓ કરતાં ઊંચા માને છે.