આ દેશના કિંગ પાસે ૧૦૦ રુમ ધરાવતો સોનાનો મહેલ અને ૫૦૦ આલિશાન કાર
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ મહેલ જોઇને દંગ રહી ગયા હતા.
રોયલ પેલેસની કિંમત ૧ બિલિયન અમેરિકી ડોલર મનાય છે
નવી દિલ્હી,15 મે,2025,ગુરુવાર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કતારની મુલાકાત લેતા અમીર શેખ તમિમ બિન હમદ અલ થાનીનો આલિશાન મહેલ ચર્ચામાં આવ્યો છે. વિશ્વના સૌથી સુપર પાવર દેશના રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ મહેલ જોઇને દંગ રહી ગયા હતા. દોહામાં આવેલા આ મહેલની ખૂબસુરતી કલ્પના કરતા પણ વધારે લાગે છે. મહેલના ખૂણેખૂણે સોનાનું નકશીકામ કરવામાં આવ્યું છે.
સફેજ માર્બલ પર પીળા સોનાની કારીગીરી ધ્યાન ખેંચે છે. કતારના અમીર શેખના મહેલને દુનિયાના સૌથી મોંઘા નિવાસમાં ગણતરી થાય છે. આ મહેલમાં ૧૦૦ કરતા પણ વધારે બેડરુમ અને ૫૦૦ કરતા પણ વધુ આલિશાન ગાડીઓ છે. આલિશાન મહેલમાં અમીર શેખનો પરિવાર રહે છે.તમીમ પોતાના પરિવાર સાથે આ મહેલમાં રહે છે. રોયલ પેલેસની કિંમત ૧ બિલિયન અમેરિકી ડોલર આંકવામાં આવી છે.
૧૦૦ થી વધારે ઓરડા ઉપરાંત બોલરુમ, સ્વિમિંગ પૂલ,ગાર્ડન,ઇનડોર-આઉટડોર-સ્ટેડિયમ,ટેનિસ કોર્ટ જેવી તમામ પ્રકારની સુવિધાઓ છે.દોહાના રોયલ પેલેસમાં સોનાની ડિઝાઇન અને નકશીકામ સૌથી વધુ ધ્યાન ખેંચે છે.શેખ એક જહાજ પણ ધરાવે છે જેની કિંમત ૩૦૦ કરોડ જેટલી છે. જેમાં શેખ તમીમ વર્ષના કેટલાક દિવસ રહે છે. આ જહાજનું નામ કાટારા છે એટલું જ નહી ખુદની એરલાઇન્સ પણ ધરાવે છે જેમાં ૩ બોઇંગ ૭૪૭ જેવા વિમાનોનો પણ સમાવેશ થાય છે.