mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

હંગેરીના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિએ ધરી દીધું રાજીનામુ, કારણ જાણીને ચોંકી જશો

બાલશોષણ કરનારી વ્યકિતને બચાવવાનો આરોપ લાગ્યો હતો

ખોટો નિર્ણય લેવાયો હતો. મારાથી ભૂલ થઇ છે, -રા,ષ્ટ્રપતિ

Updated: Feb 12th, 2024


હંગેરીના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિએ ધરી  દીધું રાજીનામુ, કારણ જાણીને ચોંકી જશો 1 - image

બુડાપોસ્ટ,૧૨ ફેબુ્રઆરી,૨૦૨૪,સોમવાર 

હંગેરીના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કેટાલિન નોવાકે રાજીનાનું આપી દેવાની ફરજ પડી છે. રાજીનામુ આપવાની સાથે દેશવાસીઓની માફી પણ માંગી હતી. રાષ્ટ્રપતિએ પોતાના પદનો ઉપયોગ કરીને યૌન શોષણના એક કેસના ગુનેગારની સજા માફ કરી હતી. બાલશોષણ કરનારી વ્યકિતને બચાવવા બદલ હંગેરીના રાષ્ટ્રપતિની ખૂબ ટીકા થઇ હતી. લોકોમાં રોષ ફાટી નિકળ્યો હતો. વિપક્ષોએ પણ એક સાથે મળીને રાષ્ટ્રપતિ ભવન બહાર દેખાવ યોજયા હતા.

 નોવાક માર્ચ ૨૦૨૨માં પ્રથમવાર મહિલા રાષ્ટ્રપતિ બની હતી. આરોપીએ પોતાના બોસ દ્વારા બાળકોની સાથે થયેલા યૌનશોષણને છુપાવવા પ્રયાસ કર્યો હતો. આ નિર્ણય ગત એપ્રિલ ૨૦૨૩માં પોપ ફ્રાંસિસની બુડાપોસ્ટ પ્રવાસ દરમિયાન લેવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ કેટાલિન નોવાક વર્તમાન વડાપ્રધાન વિકટર ઓર્બેનની નજીકની સહયોગી મનાય છે.

નોવાકે રાજીનામુ આપવાની સાથે કરેલા સંબોધનમાં કહયું હતું કે તમામ પીડિતોની મદદ કરવામાં નિષ્ફળ રહી. હજુ પણ બાળકો અને પરિવારોના રક્ષણ માટે સદા પ્રયત્ન કરતી રહીશ. સાબીતીના અભાવે આરોપી પીડોફિલિયા પ્રત્યે સહાનુભૂતિ રાખીને એક ખોટો નિર્ણય લેવાયો હતો. મારાથી ભૂલ થઇ છે, આથી જેની પણ લાગણીઓને ઠેસ પહોંચી છે એવા તમામ પીડિતોની ક્ષમા માંગુ છું.હું કોઇ પણ પ્રકારના વિલંબ વિના રાજીનામું આપું છું. 

Gujarat