mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

શરીરમાં અણીદાર હુક લગાડીને લટકતા રહેવાનો ઉત્સવ, લોકો પીડામાંથી પણ માણે છે આનંદ

લટકી રહેવા માટે શરીરમાં હુક પહેલા પીનો ઘૂસાડવામાં આવે છે.

આ હુક સાથે પીનો ઘૂસેલી રહેવાથી દર્દનો તો અનુભવ થાય છે પરંતુ

Updated: Sep 18th, 2023

શરીરમાં અણીદાર હુક લગાડીને લટકતા રહેવાનો ઉત્સવ, લોકો પીડામાંથી પણ માણે છે આનંદ 1 - image


ઝાગરેબ,18 સપ્ટેમ્બર,2023,સોમવાર 

યુરોપિય દેશ ક્રોએશિયાના પુલા ખાતે એક એવો ઉત્સવ ઉજવાય છે જેમાં લોકો પોતાના શરીરને હુકથી બાંધીને લટકી જાય છે. જયારે લોકો લટકતા હોય ત્યારે આનંદ અનુભવે છે. આ તહેવારને બોડી સસ્પેન્શન ફેસ્ટિવલ પણ કહેવામાં આવે છે. લોકો માને છે કે હવામાં આવી રીતે લટકતા રહેવાથી તણાવ ઓછો થાય છે. અંદરથી જાણે કે હળવા થઇ ગયા હોય તેવો અનુભવ થાય છે. 

અસીમ આનંદનો અનુભવ થાય છે. જો કે હુકની મદદથી હવામાં આમ લટકતા રહેવું સરળ પણ નથી કારણે કે નીચે સમુદ્ર હોય છે. દરિયાકાંઠે હવા વહેતી હોય ત્યારે શરીર ઝુલવા લાગે છે. બેલેન્સ ના રહે તો સીધા સમુદ્રમાં ખાબકવાનો ડર રહે છે. લટકી રહેવા માટે શરીરમાં પીનો ઘૂસાડવામાં આવે છે. આ પીનો ઘૂસવાથી દર્દનો અનુભવ થાય છે. હૂક સાથે ચામડી જોડીને શરીર ધીમે ધીમે લિફટ કરવામાં આવે છે.

આમ તો આ પીડાદાયક છે પરંતુ ભાગ લેનારાને આ દર્દ સહન કરવામાં પણ મજા આવે છે. આમ તો એક પ્રકારની અસહજતા છે, પડકાર છે પરંતુ તેમાંથી જ શીખવાનું મળે છે. કયારેક તકલીફ પણ આનંદ આપતી હોય છે. દરેક પોતાની સહનશકિત અને ઇચ્છા મુજબ લટકતા રહે છે. બોડી સસ્પેન્શન ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે સાહસિકો સપ્ટેમ્બર મહિનાની શરુઆતમાં આવે છે. દુનિયા  રંગબેરંગી અને વિવિધ પ્રકારની પરંપરાઓથી ભરેલી છે.


Gujarat