World

હૂથી-હીઝબુલ્લાહની એન્ટ્રીથી સંકટ ઘેરૂં બન્યું : મધ્યપૂર્વ હવે પરમાણુ યુદ્ધ તરફ ?

By GS TEAM
28 Mar 20262 mins read
હૂથી-હીઝબુલ્લાહની એન્ટ્રીથી સંકટ ઘેરૂં બન્યું : મધ્યપૂર્વ હવે પરમાણુ યુદ્ધ તરફ ?

- અમેરિકા-ઈઝરાયલ વિરૂદ્ધ ઈરાન યુદ્ધ એક મહિનામાં વધુ ભીષણ થઈ ગયું છે ન્યૂક્લિયર સાઇટસ પર હુમલા અને ઈરાનના વળતા પ્રહારોથી હાલત ખતરનાક બની છે

નવી દિલ્હી : અમેરિકા-ઈઝરાયલ વિરૂદ્ધ ઈરાન યુદ્ધને એક મહીનો વીતી ગયો છે. એક એક દિવસ વહેતો જાય છે તેમ તેમ યુદ્ધ વધુને વધુ ભીષણ બનતું જાય છે કારણ કે અમેરિકા-ઈઝરાયલનાં હુમલા સામે ઈરાનના વળતા પ્રહારો તેટલા જ પ્રચંડ છે. હોર્મુઝ-સ્ટ્રેઇટસ્ ખોલાવવામાં અમેરિકાની કોઈ રણનીતિ કામ આવતી નથી. તેમાં ઈરાનની ન્યૂક્લિયર સાઇટસ્ ઉપરના ઈઝરાયલના હુમલાઓએ પરિસ્થિતિ વધુ ઘેરી બનાવી છે. તેમાં હૂથી અને હિઝબુલ્લાહ વિદ્રોહીઓની એન્ટ્રી થતાં મધ્ય-પૂર્વમાં યુદ્ધ વિનાશક બની રહ્યું છે.

અમેરિકા ઈરાનની ઘેરાબંધી કરી રહ્યું છે. પરંતુ ઈરાન પાછું હઠવા તૈયાર નથી તેમાં તેણે હોર્મુઝ-સ્ટ્રેઈટસ બંધ કરી દુનિયાનું નાક દબાવી દીધું છે.

વાત સીધી અને સાદી છે. આ સંઘર્ષ કોઈ ભયંકર રૂપ પણ લઈ શકે તેથી નિરીક્ષકો એવી ભીતિ સેવી રહ્યા છે કે કદાચ આ યુદ્ધમાં છેલ્લા ઉપાય તરીકે પરમાણુ બોમ્બનો પણ ઉપયોગ થાય તો પરિસ્થિતિ અત્યંત ગંભીર બની જાય.

નિરીક્ષકોને સૌથી મુંજવતો પ્રશ્ન તે છે કે, હજી સુધી રશિયા કે ચાયના બેમાંથી એક પણ દેશ તરફથી કોઈ સત્તાવાર નિવેદન જ આ યુદ્ધ અંગે પ્રસિદ્ધ કરવામાં આવતું નથી.

તે કહેવાની જરૂર જ નથી કે આટલી મોટી સંખ્યામાં મિસાઇલ્સ અને ડ્રોન્સ તથા આટલા વિશાળ જથ્થામાં શસ્ત્રાસ્ત્રો રશિયા, ચીન કે ઉત્તર કોરિયા તરફથી જ ઈરાનને અપાઈ રહ્યાં હશે.

તે જે હોય તે પરંતુ આ યુદ્ધ હવે પરમાણુ યુદ્ધમાં ફરી જાય તો શું સ્થિતિ થાય. પ્રાપ્ય માહિતી પરથી જાણવા મળ્યું છે કે અમેરિકા ઈરાનને નમાવવા માગે છે. ઈરાન નમવા તૈયાર નથી. બીજી ભીતિ તે છે કે ઈરાને પણ પરમાણું બોમ્બ બનાવી લીધો હશે. ઈઝરાયલે ઈરાનના યુરેનિયમ પ્રોસેસિંગ પ્લાંટ ઉપર પણ હુમલા કર્યા છે. અમેરિકા તે હુમલા તેજ કરવા વિચારે છે, વિશ્વ પરમાણું યુદ્ધ તરફ ધસી રહ્યું છે ?