World

ઘોડેસ્વાર સેનાનો પશ્ચિમ સુદાનમાં આચરેલી બળાત્કારો અને નૃશંસ હત્યાઓની ક્રૂર પરંપરા

By GS TEAM
29 Oct 20252 mins read
ઘોડેસ્વાર સેનાનો પશ્ચિમ સુદાનમાં આચરેલી બળાત્કારો અને નૃશંસ હત્યાઓની ક્રૂર પરંપરા

- ખ્રિસ્તીઓ અને જીવદયા વાદીઓ સામુહિક 'શિકાર' બન્યા

- સુદાનનાં પશ્ચિમનાં શહેર અલ-ફશેરમાંથી સેના ખસી ગઈ : અર્ધલશ્કરી દળ આર.એસ.એફે. કેર વરસાવ્યો, ગોલ્ડ માઇન કબ્જે કરી

નવી દિલ્હી : સુદાનની પશ્ચિમે રહેલા ડાફુર વિસ્તારમાં રહેલા તેના છેલ્લાં 'સ્ટ્રોંગ-હોલ્ડ' અલ-ફશેર શહેરમાંથી ખસી જતાં, અર્ધ લશ્કરી દળ, રેપિડ-સપોર્ટ-ફોર્સે (આર.એસ.એફે) કબ્જો જમાવી દીધો છે. આ આર.એસ.એફે. તેની કાર્યવાહી 'જાનજવીદ' કિંવા ડેવિલ્સ ઓન હોર્સ-બેક (ઘોડેસવાર રાક્ષસો) તરીકે શરૂ કરી. આ આરબોની લશ્કરી ટુકડીઓ છે. તેમણે પશ્ચિમ સુદાનમાં ખ્રિસ્તીઓ અને જીવદયા પ્રેમીઓની હત્યાઓની પરંપરા શરૂ કરી અને તેઓની મહિલાઓ ઉપર બળાત્કારોની પરંપરા આચરી.

સુદાનના અત્યારે લખાઈ રહેલા લોહીયાળ ઈતિહાસમાં આ સાથે એક નવું તત્વ ઉમેરાયું છે, તે છે યુ.એ.ઈ. દ્વારા ખોદાઈ રહેલી 'ગોલ્ડ-માઇન્સ'. આ રાક્ષસો તેની ઉપર પણ કબ્જો જમાવા મથી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, સુદાન દાયકાઓથી લોહીયાળ આંતર-વિગ્રહનો ભોગ બન્યું છે. તેમાં હજારોનાં મૃત્યુ થયા છે, લાખો લોકો ઘરબાર છોડી જતાં પણ રહ્યા છે.

૧૯૮૦ના દાયકાનાં છેલ્લાં વર્ષોમાં સરમુખત્યાર ઓમર-અલ-બશીરે એવી લશ્કરી અને અર્ધ-લશ્કરી ટુકડીઓ ઊભી કરી હતી કે જે ક્રૂરતા માટે 'પર્યાયરૂપ' બની રહી હતી. આ ટુકડીઓ પોતાને 'જાનજવીદ' કહેવડાવતી હતી. તેનો અર્થ થાય છે. 'ઘોડેસ્વાર સેનાનો' તેઓ શસ્ત્રો ધરાવે છે, ઘોડેસ્વાર બની મનમાની કરે છે. તેમને અલ-બશીરે પીઠબળ આપતાં તે ટુકડીઓ વધુને વધુ ખૂની બની રહી. તેઓ ડાફુરના સૂકા વિસ્તારમાં ફરી વળતા હતા. ગામડાંઓને આગ લગાડતા હતા, લૂંટફાટ કરતા હતા, હત્યાઓની પરંપરા આદરી હતી અને મહિલાઓ બળાત્કારોની ભોગ બનતી હતી. તેઓ નિર્બંધ રીતે બળાત્કારો કરે જતા હતા, કારણ કે તેમને સજા થવાની તો કોઈ ભીતી જ ન હતી કારણ કે પ્રમુખ જ તેમને પીઠબળ આપતો હતો. તેમના આ રાક્ષસી કૃત્યોનો સૌથી વધુ ભોગ ખ્રિસ્તીઓ અને જીવદયા પ્રેમીઓ જ બનતા હતા. પુરૂષોને ગોળીએ દઈ દેતા હતા. મહિલાઓને પીંખી નાખતા હતા.

આ પછી ૩૦ વર્ષમાં જે પરિવર્તન આવ્યું તે એટલું જ હતું કે ઘોડાને બદલે હવે કેટલાક પિકઅપ વાન્સ અને ટ્રક તથા ડ્રોન્સનો ઉપયોગ કરે છે. તેઓનો સર્વોચ્ચ નેતા છે મોહમ્મદ હમદાન દાગાલો. જે હેમેદની તરીકે પણ ઓળખાય છે.

આ ભયંકર પરિસ્થિતિમાં એક નવું તત્વ ઉમેરાયું છે તે છે સુદાનની સોનાની ખાણો તે યુ.એ.ઈ. દ્વારા ખોદવામાં આવી રહી હતી ત્યાંથી તેના માણસોને દૂર કરી હવે આ ઘોડેસ્વાર સેનાનો તેની ઉપર કબ્જો જમાવી રહ્યા છે.