FOLLOW US

દુનિયાની સૌથી મોટી ચોરી અહીં થઈ હતી, માહિતી આપનારને 80 કરોડનું ઈનામ

નકલી પોલીસ બનીને 40 અરબના સામાન સાથેલ કરી હાથ સફાઈ

આ ચોરી થયાને 33 વર્ષ થઈ ચુક્યા છે પરંતુ હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી

Updated: Mar 18th, 2023

Image Twitter

નવી દિલ્હી, તા. 18 માર્ચ 2023, શનિવાર 

આજથી 33 વર્ષ પહેલા 18 માર્ચ 1990 ના રોજ બોસ્ટનના ઈસાબેલા સ્ટીવર્ટ ગાર્ડન મ્યુઝિયમમાથી મોટી ચોરી થઈ હતી. અને તેના કારણે અમેરિકામાં હાહાકાર મચી ગયો છે. આ મ્યુઝિયમમાથી 13 થી વધારે કલાકૃતિઓની ચોરી થઈ હતી. આ કલાકૃતિઓની કિંમત આશરે 40 અરબ ડોલર હોવાનુ અનુમાન કરવામાં આવી રહ્યુ છે. આ ચોરી કરનાર શખ્સ હજુ સુધી પકડાયો નથી અને તે ચોરી કરી લઈ ગયેલ કલાકૃતિઓમાથી કોઈ વસ્તુ પણ હજુ સુધી મળી નથી. ગાર્ડન મ્યુઝિયમમા થયેલી આ ચોરી દુનિયાની સૌથી મોટી ચોરીમાની એક માનવામાં આવે છે. 

નકલી પોલીસ બનીને ચોરીને આપ્યો હતો અંજામ 

18 માર્ચ 1990 ની સવારે બે નકલી પોલીસ અધિકારીઓ બનીને આવી બોસ્ટનમાં આવેલા ઈલાબેલા રિસોર્ટ ગાર્ડન મ્યુઝિયમમાં ઘુસ્યા હતા. એ પછી તેમણે મ્યુઝિયમની અંદર સુરક્ષા કરતા બે કર્મચારીઓ  પર હુમલો કર્યો હતો.અને એ પછી તેમને બાંધી દેવામાં આવ્યા હતા. તે પછી આ લોકોએ મ્યુઝિયમમાંથી 13 કલાકૃતિ ચોરી ફરાર થઈ ગયા હતા. જે કલાકૃતિ ચોરી કરીને લઈ ગયા હતા તેમાં રેમ્બાંટ, માનેટ, ડેગાસ અને વર્મીર જેવી કિમતી કલાકૃતિઓ ચોરી ગયા હતા જેની કિંમત આશરે 40 અરબ રુપિયા હોવાનુ માનવામાં આવે છે. 

એક કરોડનું ઈનામ રાખવામાં આવ્યું છે

મ્યુઝિયમમાં થયેલી ચોરી બાબતે જે કોઈ આ ચોરોની માહિતી આપે તેને 1 મિલિયન ડોલરનુ ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેને આજે સાત વર્ષ પછી વધારીને 5 મિલિયન ડોલર કરવામાં આવ્યુ છે. આ કિમતી કલાકૃતિ પરત મેળવવા માટે આટલી મોટી રકમનુ ઈનામ રાખવામાં આવ્યુ છે. જો કે આ ચોરી થયાને 33 વર્ષ થઈ ચુક્યા છે પરંતુ હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી. 

Gujarat
Magazines