Get The App

વિશ્વમાં સૌથી વધુ પગાર આપતી સ્ટાર્ટઅપ OpenAi, 4000 કર્મચારીને ચૂકવે છે સરેરાશ 13.48 કરોડ

Updated: Jan 1st, 2026

GS TEAM

Google News
Google News
વિશ્વમાં સૌથી વધુ પગાર આપતી સ્ટાર્ટઅપ OpenAi, 4000 કર્મચારીને ચૂકવે છે સરેરાશ 13.48 કરોડ 1 - image


OpenAi News : 2025નું વર્ષ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનું રહ્યું. તેમાં સૌથી વધુ ફાળો ચેટજીપીટીનો રહ્યો હતો. 40 કરોડથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવેલી એપ સફળતાના શિખરે પહોંચી છે. તેનો ફાયદો ચેટજીપીટીની કંપની ઓપનએઆઈના કર્મચારીઓને મળી રહ્યો છે. રિપોર્ટ મુજબ, કંપની તેના કુલ 4000 કર્મચારીઓને સ્ટોક-આધારિત વળતર સાથે સરેરાશ રૂ. 13.48 કરોડ ચૂકવી રહી છે. 

ફુગાવા આધારિત વિશ્લેષણમાં સામે આવ્યું છે કે, ઓપનએઆઈ સૌથી વધુ પગાર ચૂકવતી ટેક કંપની છે. ગૂગલે 2004 માં આઈપીઓ જાહેર કર્યો હતો. આ પહેલા તેમણે ફાઈલ કરેલા પેપર્સમાં કર્મચારીઓને સ્ટોક-આધારિત વળતર વિશે જાણકારી આપી હતી. ગૂગલના પગાર કરતા ઓપનએઆઈ તેના કર્મચારીઓને સાત ગણો વધુ પગાર આપી રહી છે. ઓપનઆઈ દ્વારા આપવામાં આવતો પગાર 18 અન્ય મોટી ટેક કંપનીઓના આઈપીઓના એક વર્ષ  પહેલા આપવામાં આવતા પગાર કરતા 51 ગણો વધુ છે.

એક તરફ, અનેક કંપનીઓ એઆઈના ભરોસે મોટાપાયે છટણી કરી રહી છે ત્યારે, ઓપનએઆઈ તેના ટોપ રિસર્ચર્સ અને એન્જિનિયર્સને સ્ટોક વળતર સાથે પેકેજ આપી રહી છે. જે તેમને સિલિકોન વેલીના સૌથી ધનિક કર્મચારીઓમાંના એક બનાવે છે. ઓપનએઆઈના રેકોર્ડ પેકેજ પાછળ મેટાના માર્ક ઝકરબર્ગનો આડકતરો હાથ છે. તેણે ઓપનએઆઈના ટોપ કર્મચારીઓને 1 અબજ ડોલર (રૂ. 8500 કરોડ)ના પગાર પેકેજો ઓફર કરવાનું શરૂ કર્યું હતું. 

ઓપનઆઈ તેની આવકની સામે 46 ટકા રકમ પગાર તરીકે ચૂકવે છે.નાણાકીય ડેટા મુજબ, 2030 સુધીમાં ઓપનએઆઈનું સ્ટોક આધારિત સેલેરી પેકેજ  5 અબજ ડોલર (રૂ. 34000 કરોડ)ને પાર કરશે.