Get The App

Miss World 2025: મિસ વર્લ્ડ બની થાઇલેન્ડની ઓપલ સુચાતા, ભારતની નંદિની ગુપ્તા ટોપ 20 સુધી પહોંચી હતી

Updated: May 31st, 2025

GS TEAM


Google News
Google News
Miss World 2025: મિસ વર્લ્ડ બની થાઇલેન્ડની ઓપલ સુચાતા, ભારતની નંદિની ગુપ્તા ટોપ 20 સુધી પહોંચી હતી 1 - image


Miss World 2025 : થાઈલેન્ડની ઓપલ સુચાતાએ મિસ વર્લ્ડ 2025નો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ વર્ષે ફિનાલે હૈદરાબાદના હાઇટેક્સ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાયો હતો. જેમાં ભારતની નંદિની ગુપ્તાએ 108 દેશોના કન્ટેસ્ટન્ટ્સ સાથે મુકાબલો કરીને ટોપ-20માં પહોંચી હતી, પરંતુ તે ટોપ-8માં પોતાના સ્થાન બનાવી શકી ન હતી. 

મિસ વર્લ્ડ 2025 બની થાઇલેન્ડની ઓપલ સુચાતા

ફિનાલની શરૂઆત ટોપ-40 કન્ટેસ્ટન્ટ્સ દ્વારા કલ્ચરલ રેમ્પ વોકથી થઈ હતી. જેમાં ભારતની નંદિની ગુપ્તા શો-સ્ટોપર રહી હતી. 72 વર્ષના ઇતિહાસમાં ભારતે સૌથી વધુ મિસ વર્લ્ડ ખિતાબ જીત્યા છે. રીતા ફારિયા મિસ વર્લ્ડ જીતનાર પ્રથમ ભારતીય છે. તેમના પછી, ઐશ્વર્યા રાય, પ્રિયંકા ચોપરા, યુક્તા મુખી, ડાયના હેડન અને માનુષી છિલ્લર પણ મિસ વર્લ્ડ રહી ચૂક્યા છે

4 કન્ટેસ્ટન્ટ્સ વચ્ચે થયો મિસ વર્લ્ડનો મુકાબલો 

મિસ વર્લ્ડ માટે ટોપ-4 થાઈલેન્ડ, માર્ટીનિક, ઈથોપિયા અને પોલેન્ડ વચ્ચે મુકાબલો થયો હતો. જેમાં ટોપ-4માં થાઈલેન્ડથી ઓપલ સુચાતા, ઇથોપિયાથી હાસેટ ડેરેજે, માર્ટીનિકથી ઓરેલી જો અને પોલેન્ડથી માજા ક્લાજ્દા સામેલ હતી.

આ પણ વાંચો: રણબીર કપૂરની 'રામાયણ'માં મહાદેવનો રોલ નિભાવશે મોહિત રૈના? ફેન્સમાં ભારે ઉત્સુકતા

નંદિની ગુપ્તા ચૂકી મિસ વર્લ્ડ 2025નો ખિતાબ

જ્યારે ભારતની નંદિની ગુપ્તાને ટોપ-8માં સ્થાન ન મળી શક્યું. જોકે, નંદિની ટોપ-20માં પોતાની જગ્યા બનાવી શકી. તેમની સાથે ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, તુર્કી, ઓસ્ટ્રેલિયા, લેબનોન, મલેશિયા, ન્યુઝીલેન્ડ, ફિલિપાઇન્સ અને વિયેતનામના કન્ટેસ્ટન્ટ્સ પણ ટોપ-20માં સામેલ છે.

Tags :