Get The App

થાઈલેન્ડ-કંબોડિયા યુદ્ધ: ભીષણ સંઘર્ષમાં 20ના મોત, હજારોનું પલાયન

Updated: Jul 25th, 2025

GS TEAM

Google News
Google News
Thailand Cambodia conflict


તસવીર : ENVATO

Thailand-Cambodia Border Conflict Escalates : રશિયા-યુક્રેન અને ઈઝરાયલ-હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સહિત દુનિયામાં વિભિન્ન દેશો અને સંગઠનો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. એવામાં થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે પણ સૈન્ય સંઘર્ષ દિવસેને દિવસે વધી રહ્યો છે. બંને દેશોની સરહદ પર સૈન્ય અથડામણ થઈ રહી છે. 

જાણો તમામ મહત્ત્વપૂર્ણ અપડેટ્સ

1. કંબોડિયાની સેના ફિલ્ડ આર્ટિલરી, BM-21 રોકેટ સિસ્ટમથી સતત થાઈલેન્ડ પર હુમલા કરી રહ્યું છે. થાઈલેન્ડના આરોગ્ય વિભાગે કહ્યું છે કે સંઘર્ષના કારણે 58 હજાર લોકો પ્રભાવિત થયા છે. જેમાંથી મોટા ભાગના લોકોએ ઘર છોડીને આશ્રયસ્થાનમાં જવું પડ્યું છે. 

2. કંબોડિયામાં પણ સરહદ નજીક રહેતા 23 હજારથી વધુ લોકોએ સ્થળાંતર કરવાની નોબત આવી છે. 

3. થાઈલેન્ડની સેનાએ સ્થાનિક નાગરિકોને સરહદી વિસ્તારોમાં ન જવા સૂચના આપી છે. 

4. થાઈલેન્ડમાં અત્યાર સુધી 19 લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે, જેમાંથી મોટા ભાગના સામાન્ય નાગરિક છે. સામે પક્ષે કંબોડિયામાં પણ એક મૃત્યુની પુષ્ટિ થઈ છે, જ્યારે 5 ઈજાગ્રસ્ત છે. 

5. કંબોડિયાના સંરક્ષણ મંત્રાલયનો દાવો છે કે થાઈલેન્ડે F-16 લડાકૂ વિમાન તથા ક્લસ્ટર બોમ્બથી હુમલો કર્યો હતો. 

6. કંબોડિયાના PM હુન માનેટની અપીલ બાદ સંયુક્ત રાષ્ટ્ર સિક્યોરીટી કાઉન્સિલની ઈમરજન્સી બેઠક બોલાવાઈ. 

7. થાઈલેન્ડે કંબોડિયામાં રહેતા પોતાના તમામ નાગરિકોને સ્વદેશ પરત આવી જવા આદેશ આપ્યા છે. તથા કંબોડિયા સાથેની તમામ બોર્ડર સીલ કરી દેવાઈ છે. 

Tags :