World

Explainer: અમેરિકાનું કવચ ગણાતી ‘THAAD’નો ફિયાસ્કો, જાણો અબજોના આંધણ પછીયે ખાડી દેશોને રક્ષણ કેમ ના મળ્યું

By GS TEAM
20 Apr 20264 mins read
TukuTouch Logo
મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકા શાંતિ મંત્રણા કરવા તૈયાર થયું એની પાછળનું કારણ છે એને પડેલા એકથી વધુ ફટકા! એવો એક ફટકો એટલે ‘સોનાની ઢાલ’ ગણાવાયેલી THAADની નિષ્ફળતા. ગલ્ફ દેશોએ સ્વરક્ષણ માટે અમેરિકા પાસેથી ખરીદેલી થાડ સિસ્ટમ ઈરાનના ડ્રોન હુમલા સામે બિલકુલ નબળી પુરવાર થઈ છે. આ કારણસર ખાડી દેશોને 142 અબજ ડોલરનો તોતિંગ ખર્ચ માથે પડ્યો છે. ચાલો જાણીએ આ બહુ ગાજેલી અમેરિકાની થાડ સિસ્ટમ કઈ રીતે બિનઅસરકારક સાબિત થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: અમેરિકાનું કવચ ગણાતી ‘THAAD’નો ફિયાસ્કો, જાણો અબજોના આંધણ પછીયે ખાડી દેશોને રક્ષણ કેમ ના મળ્યું

The Billion-Dollar Blunder of USA : મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકા શાંતિ મંત્રણા કરવા તૈયાર થયું એની પાછળનું કારણ છે એને પડેલા એકથી વધુ ફટકા! એવો એક ફટકો એટલે ‘સોનાની ઢાલ’ ગણાવાયેલી THAADની નિષ્ફળતા. ગલ્ફ દેશોએ સ્વરક્ષણ માટે અમેરિકા પાસેથી ખરીદેલી થાડ સિસ્ટમ ઈરાનના ડ્રોન હુમલા સામે બિલકુલ નબળી પુરવાર થઈ છે. આ કારણસર ખાડી દેશોને 142 અબજ ડોલરનો તોતિંગ ખર્ચ માથે પડ્યો છે. ચાલો જાણીએ આ બહુ ગાજેલી અમેરિકાની થાડ સિસ્ટમ કઈ રીતે બિનઅસરકારક સાબિત થઈ છે. 

શું છે THAAD?

THAAD એટલે કે ‘ટર્મિનલ હાઇ ઓલ્ટિટ્યુડ એરિયા ડિફેન્સ’ (Terminal High Altitude Area Defense). આ અદ્યતન મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનો મુખ્ય હેતુ ખૂબ ઊંચાઈએથી આવતા બેલિસ્ટિક મિસાઈલને આકાશમાં જ નષ્ટ કરી દેવાનો છે, જેથી જમીન પર નુકસાન ઓછું થાય. અમેરિકાએ 1990ના દાયકામાં થાડ વિકસાવવાનું શરૂ કર્યું હતું અને તેનું ઓપરેશનલ ડિપ્લોયમેન્ટ 2008માં થયું હતું.

અમેરિકાએ આપ્યું ‘સોનાની ઢાલ’નું વચન 

ખાડી દેશો ઈરાનના મિસાઈલ ખતરાથી ડરતા હતા. તેથી અમેરિકાએ તેમને થાડ અને પેટ્રિઅટ PAC-3 સિસ્ટમની ‘ગોલ્ડ સ્ટાન્ડર્ડ’ ઢાલ વેચવાની ઓફર કરી હતી. ખાડી દેશોએ અમેરિકાનો વિશ્વાસ કર્યો અને અબજો ડોલર ખર્ચવાની તૈયારી બતાવી.

આ પણ વાંચો : ઈરાને પાકિસ્તાનને સોંપ્યો 10 મુદ્દાનો પ્રસ્તાવ, અમેરિકા સાથે બીજા રાઉન્ડની વાતચીતનો સ્પષ્ટ ઈનકાર

સાઉદી સાથે 142 અબજ ડોલરનો ઐતિહાસિક સોદો

મે 2025માં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સાઉદી અરેબિયાની મુલાકાત લઈ અમેરિકાના ઈતિહાસનો સૌથી મોટો શસ્ત્ર સોદો પાર પાડ્યો હતો. આ સોદાની કિંમત 142 અબજ ડોલર એટલે કે આશરે ₹12.78 લાખ કરોડ હતી. તેમાં થાડ સિસ્ટમ, પેટ્રિઅટ PAC-3 અપગ્રેડ, એડવાન્સ એર-ટુ-એર મિસાઈલો, ડ્રોન અને વિસ્ફોટકો હતા. થાડથી વિપરીત PAC-3 નીચી અને મધ્યમ ઊંચાઈએ કામ કરે છે. તેનો મુખ્ય હેતુ દુશ્મનની બેલિસ્ટિક મિસાઈલો, ક્રૂઝ મિસાઈલો, ડ્રોન અને વિમાનોને 20 થી 30 કિલોમીટરની ઊંચાઈએ રોકવાનો છે. 

કયા દેશોએ અમેરિકન ઢાલ ખરીદી?

અમેરિકા પાસેથી યુએઈ, સાઉદી અરેબિયા, કતાર, ઇઝરાયેલ, કુવૈત, બહેરિન, ઓમાન અને જોર્ડન જેવા દેશોએ થાડ સિસ્ટમ ખરીદી હતી. આ ઉપરાંત દક્ષિણ કોરિયા અને રોમાનિયા જેવા દેશોમાં પણ થાડની હાજરી જોવા મળે છે. 

અમેરિકા-ઈઝરાયલે ઈરાન પર સંયુક્ત હુમલો કર્યો 

ફેબ્રુઆરી-માર્ચ 2026માં અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર સંયુક્ત હુમલો કર્યો. આ હુમલા માટે તેમણે જે-જે દેશોના હવાઈ ક્ષેત્ર અને લશ્કરી થાણાનો ઉપયોગ કર્યો હતો, એ દેશો (બહેરીન, કુવૈત, કતાર, સાઉદી અરેબિયા, ઓમાન, UAE અને જોર્ડન) પર ઈરાને તરત જ વળતો હુમલો કરી દીધો. જો કે, ઈરાનના તમામ હુમલા અમેરિકાના સૈન્ય થાણા પર હતો, નહીં કે આ દેશો પર. ખાડી દેશો જોવા માંગતા હતા કે તેમની મોંઘી અમેરિકન ઢાલ ખરેખર કેવું કામ કરે છે, પરંતુ જે થયું તે એક દુઃસ્વપ્ન સમાન હતું.

આ પણ વાંચો : ભારત-જર્મની વચ્ચે સૌથી મોટી ડિફેન્સ ડીલની તૈયારીઓ શરૂ, નૌસેનાને મળશે 6 અત્યાધુનિક સબમરીન

400 મિસાઈલો અને 1,000 ડ્રોનનું જબરદસ્ત તોફાન!

ઈરાને ખાડી દેશોમાં અમેરિકાના થાણા પર 400 બેલિસ્ટિક મિસાઈલો અને લગભગ 1,000 ડ્રોન છોડ્યા. આ પૈકી કેટલાક હુમલાની અસર શહેરો, એરપોર્ટ, ઊર્જા સુવિધા અને નાગરિક માળખા પર પણ હતી. આ લક્ષ્યાંકોની સુરક્ષા કરવામાં અમેરિકન ઢાલ નિષ્ફળ ગઈ. થાડ અને પેટ્રિઅટ સિસ્ટમો આટલા મોટા હુમલા સામે હાંફી ગઈ.

રડાર બળી ગયા, સિસ્ટમો ખાખ થઈ ગઈ

આંતરરાષ્ટ્રીય અહેવાલો પ્રમાણે, આ હુમલાની સેટેલાઈટ તસવીરોમાં જોઈ શકાય છે કે, સાઉદી અરેબિયાના પ્રિન્સ સુલતાન એરબેઝ પર થાડની મહત્ત્વનો AN/TPY-2 રડાર સંપૂર્ણપણે બળી ગયો હતો. જોર્ડન અને યુએઈમાં પણ રડાર સાઈટો પર સીધી અસર થઈ હતી અને કાટમાળ જોવા મળ્યો હતો. પેટ્રિઅટ સિસ્ટમો ઈરાનના સસ્તા ડ્રોનના સામૂહિક હુમલા સામે વામણી સાબિત થઈ.

સંખ્યાનું ગણિત: ખર્ચાળ ઇન્ટરસેપ્ટર વિરુદ્ધ સસ્તી મિસાઈલ

યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ જણાવ્યું કે ઈરાન દર મહિને 100થી વધુ મિસાઈલો બનાવી શકે છે, જ્યારે અમેરિકા એટલા સમયમાં માત્ર 6 કે 7 ઇન્ટરસેપ્ટરનું ઉત્પાદન કરી શકે છે. આ અસંતુલનનો અર્થ એ છે કે ઈરાન સસ્તા હથિયારોથી અમેરિકન મોંઘી સિસ્ટમોને હરાવી શકે છે.

આ પણ વાંચો : હોર્મુઝમાં ભારતીય જહાજો પર હુમલા બાદ નવી એડવાઈઝરી જાહેર, લારક આઈલેન્ડથી દૂર રહેવા સલાહ

ગાબડાં પૂરવાની ઉતાવળમાં દ. કોરિયાનો ‘ભોગ’ લેવાયો 

ખાડી દેશોમાં મળેલી નિષ્ફળતા જોઈને પેન્ટાગોને દક્ષિણ કોરિયામાં રાખેલી થાડ મધ્ય-પૂર્વમાં ખસેડવાનું શરૂ કર્યું. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગે તેનો વિરોધ કર્યો, પરંતુ તેઓ આ પગલું રોકી ન શક્યા. ખાડી દેશોમાં પડેલા સુરક્ષાને લગતા ગાબડાં પૂરવા માટે અમેરિકાએ દક્ષિણ કોરિયાનો જાણે રીતસરનો ‘ભોગ’ લીધો. જેને લીધે દક્ષિણ કોરિયા હાલમાં પડોશી ઉત્તર કોરિયા સામે નબળું પડી ગયું છે. 

ખાડી દેશોમાં શીખવા મળ્યો મોંઘો પાઠ 

ખાડી દેશોમાં થાડની નિષ્ફળતા પરથી દુનિયાને શીખવા મળ્યું કે, ફક્ત મોંઘા શસ્ત્રો ખરીદી લેવાથી સુરક્ષાની ખાતરી નથી મળી જતી. યુદ્ધમોરચે કોઈ પણ ઢાલ ત્યારે જ કામ કરે છે, જ્યારે કોઈ ચોક્કસ અને સાચી વ્યૂહરચના અપનાવાઈ હોય.