Get The App

ટેક્સાસના પૂરનો મૃત્યુઆંક વધીને 120 : હજારો લોકોએ શ્રદ્ધાંજલિ અર્પી

Updated: Jul 11th, 2025

GS TEAM

Google News
Google News
ટેક્સાસના પૂરનો મૃત્યુઆંક વધીને 120 : હજારો લોકોએ શ્રદ્ધાંજલિ અર્પી 1 - image


- 76માં આવેલા પૂરમાં 144ના મોત થયા હતા

- હોનારત બાદ 160 લોકો હજુ પણ ગુમ : ટ્રમ્પ પીડિતોને મળવા ટેક્સાસ જશે

કેરવિલ,ટેક્સાસ(યુએસ) : અમેરિકાના ટેક્સાસમાં હિલ કાઉન્ટી ખાતે ચોથી જુલાઈના રોજ છેલ્લા પાંચ દાયકાના આવેલા વિનાશક પૂરમાં કમસેકમ ૧૨૦ના મોત થયા છે અને હજી પણ ૧૬૦થી વધુ લોકો ગુમ છે. મૃતકોના માનમાં કેરવિલમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો અને તેમા હજારો લોકોએ ભાગ લીધો હતો.

મૃતકોમાં મૃત્યુ પામેલાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માટે પ્રમુખ ટ્રમ્પ પણ ટેક્સાસ આવવાના છે. કેર કાઉન્ટીમાં આવેલા આ પુરમા કેમ્પ મિસ્ટિકની ૨૭ છોકરીઓ તેના કાઉન્સેલર સાથે તણાઈ ગઈ હોવાનું કહેવાય છે.

 આ ઉપરાંત આ સિવાય પણ બીજ પાંચ કેમ્પર અને તેના કાઉન્સેલર મળ્યા નથી. બચાવકર્તાઓએ લગભગ ૩૦૦થી વધુ લોકોને બચાવ્યા હોવાનું કહેવાય છે, પણ હવે તેઓએ કોઈના જીવિત મળવાની આશા છોડી દીધી છે. કેરવિલે ચર્ચના પાદરી રિકી પ્રુઇટ જણાવયું હતું કે લોકો મૃતકો પ્રત્યે અનુકંપા વ્યક્ત કરવા અને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવા અહીં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આજની રાત બીજી બધી ઘણી રાત કરતાં વધુ દુ:ખદાયી છે. આ પહેલા ૧૯૭૬માં ટેક્સાસમાં આવેલા પૂરમા ૧૪૪ના મોત થયા હતા. આ પૂર કોલોરાડોના બિગ થોમ્પસન કેન્યોન ખાતે આવ્યું હતું. અધિકારીઓએ લોકપ્રિય પ્રવાસન્ સ્થળ હિલ કાઉન્ટીમાં વધુ કોણકોણ આવ્યું હતું તેની વિગતો માંગી છે. 

Tags :