ટેકસાસ પૂર : માત્ર મિનિટોમાં જ ધસમસતાં પાણીમાં પૂલ ખેંચાઈ ગયો
- આ ઘોડા પૂરમાં 28 બાળકો સહિત 104 ખેંચાઈ ગયાં, જબરજસ્ત બચાવ કાર્ય ચાલુ : ટ્રમ્પ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે
ડલાસ : ટેકસાસમાં છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદ થતાં ગ્વાડા લૂપા નદીમાં પ્રચંડ પૂર આવતાં ઓછામાં ઓછા ૧૦૪ લોકો તણાઈ ગયા હતા જેમાં ૨૮ બાળકો પણ સમાવિષ્ટ છે. આ સમગ્ર દુર્ઘટનાનો ૩૦ મિનિટનો એક વિડીયો ફૂટેજ એક યુવાને ઉતાર્યો હતો. જેવાં ધસમસતાં પૂરમાં એક કોઝવે બેઠો પુલ પણ ખેંચાઈ જતો જોવા મળે છે.
આ સમગ્ર ઘટનાને નજરે જોનારાએ કહ્યું કે માત્ર દસ જ મીનીટમાં ઊંચો બતાવેલો રોડ પણ ધોવાઈ ગયો હતો. નદી તટ પાસે ઉભેલા અન્ય કેટલાક પણ વિડીયો ઉતારતા હતા ત્યાં તો ઘૂઘવતા ઘોડા પૂર (અચાનક આવતાં પૂર)નાં ઘૂઘવાટ કરતાં જળ આવતાં જોઈ તેઓ નાસીને દૂર ચાલ્યા ગયા હતા.
આ પૂરમાં એક કરૂણાંતિકા તો તેવી બની હતી કે ટેકસાસની કેર કાઉન્ટીની શાળાની ૨૭ બાળાઓ ક્રિશ્ચિયન સમર કેમ્પમાં તંબુઓ નાખી આનંદ કરી રહી હતી ત્યાં અણચિંતવ્યું ઘોડાપૂર આવતાં તેવો નાસી જવા ગઈ પરંતુ નાસી શકે તે પહેલાં જ ઘૂઘવતાં પૂરે તેમને ઘેરી લીધી અને તણાઈ ગઈ. પાંચમી જુલાઈએ બનેલી આ કરૂણાંતિકાની વિગતો હવે ધીમે ધીમે બહાર આવી રહી છે. આ પૂરનાં પાણી ઘરોમાં પણ ઘૂસી ગયાં હતાં અને પલંગ પર સૂતેલા લોકોને પણ માઈલો સુધી ખેંચી ગયાં હતાં. કેટલાક તો ઝાડ પર ચઢી ગયા હતા તેથી બચી ગયા હતા.
આ પૂરની સાથે પુષ્કળ ડેબ્રિસ પણ ખેંચાઈ આવ્યા હતા. પ્રમુખ ટ્રમ્પ શુક્રવારે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવાના છે. છેલ્લા કેટલાએ દાયકાઓમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે અને સૌથી ભયાવહ પૂર આ વખતે આવ્યાં છે.