Get The App

આંતકીઓ પાસેના ડિજિટલ મની ઇઝરાયેલ માટે માથાનો દુખાવો,હમાસ અને હિજબુલ્લાહ ધરાવે છે ક્રિપ્ટો કરન્સી,

શસ્ત્રો નહી ડિજિટલ કરન્સી સામે પણ ઇઝરાયેલ લડવું પડશે

૧૪૩થી વધુ ટ્રોન વોલેટ સૂચિત આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા છે.

Updated: Nov 28th, 2023

GS TEAM


Google News
Google News
આંતકીઓ પાસેના ડિજિટલ મની ઇઝરાયેલ માટે માથાનો  દુખાવો,હમાસ અને હિજબુલ્લાહ ધરાવે છે ક્રિપ્ટો કરન્સી, 1 - image


તેલઅવિવ,૨૮ નવેમ્બર,૨૦૨૩,મંગળવાર 

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુધ્ધ વિરામ થયા પછી પણ  લડાઇ ચાલુ રહેવાની છે. આતંકી સંગઠન હમાસ અને હિઝબુલ્લાહ ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ આતંકવાદ ફેલાવવા માટે કરી રહયા હોવાનું જાણવા મળે છે. એવું માનવામાં આવે છે આતંકી સંગઠનને ઇરાન પાછલા બારણે સમર્થન અને મદદ કરી રહયું છે. આથી ઇઝરાયેલે હમાસ સામે માત્ર શસ્ત્રોથી જ નહી પરંતુ મળતા આર્થિક સધિયારા સામે પણ લડવાનું છે. ક્રિપ્ટોકરન્સી નેટવર્ક ટ્રોનનો પણ આ લડાઇ દરમિયાન વિસ્તાર થઇ રહયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આર્થિક ગુનાના ૭ જેટલા નિષ્ણાતો અને બ્લોક ચેન તપાસ નિષ્ણાતોનું માનવું છે કે ટ્રોનથી થતા આર્થિક લેવડ દેવડના વ્યહવારોએ ક્રિપ્ટો કરન્સી જેવું પ્લેટફોર્મ પુરુ પાડવામાં પ્રતિસ્પર્ધી બિટકોઇનને પણ પાછળ રાખી દીધું છે. ટ્રોન એ બિટકોઉન કરતા પણ ઝડપી પ્રસરી રહયું છે અને બિટકોઇન કરતા પણ મોંઘું છે. રાઇટર્સના એક્ષપર્ટના મુલ્યાંકન મુજબ ૧૪૩થી વધુ ટ્રોન વોલેટ સૂચિત આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા છે. 

આંતકીઓ પાસેના ડિજિટલ મની ઇઝરાયેલ માટે માથાનો  દુખાવો,હમાસ અને હિજબુલ્લાહ ધરાવે છે ક્રિપ્ટો કરન્સી, 2 - image

આ કરન્સીનો ઉપયોગ આંતકવાદી સંગઠનો ગંભીર પ્રકારના ગુના આચરવા માટે કરી રહયા છે. ઇઝરાયેલ નેશનલ બ્યૂરો ફોર કાઉન્ટર ટેરર ફિનાસેસિંગ આર્થિક કાવતરા પર પગલા ભરે છે. તેને જુલાઇ ૨૦૨૧ થી ઓકટોબર ૨૦૨૩ સુધીમાં અનેક એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે એમાંથી માત્ર વર્ષ ૨૦૨૩માં જ ૮૭ ટ્રોન કરન્સી સીઝ કરી છે જે કુલ એકાઉન્ટના ૫૦ ટકા માનવામાં આવે છે. ઇઝરાયેલે દાવો કર્યો છે કે જૂન મહિનામાં ૩૯ ટ્રોન વોલેટ લેબનોનમાં સક્રિય હિજબુલ્લાહના નિયંત્રણમાં હતા.બાકીના ૨૬ પેલસ્ટાઇન ઇસ્લામિક જેહાદ સાથે જોડાયેલા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. 

Tags :