World

ગાઝામાં ભયંકર ભૂખમરાની સ્થિતિ, UNની ચેતવણી, ઈઝરાયલની સુપ્રીમ કોર્ટ પણ નારાજ

By GS TEAM
8 Sep 20252 mins read
TukuTouch Logo
ગાઝામાં ઈઝરાયલ દ્વારા થઈ રહેલા હુમલામાં અત્યારસુધીમાં કુલ 64,000 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગાઝામાં યુદ્ધના વાદળો વચ્ચે ભૂખમરાંના કારણે મરનારાઓનો આંકડો હજુ જાહેર થયો હતો. હમાસ-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધ અંગે આંતરરાષ્ટ્રીય અને માનવાધિકાર સંગઠનો ચિંતિત છે. યુએનની એજન્સીએ જણાવ્યું કે, જો ઈઝરાયલ ઈચ્છે તો તે ગાઝાને આ વિપરિત પરિસ્થિતિમાંથી ઉગારી શકે છે. ગ્લોબલ હંગર મોનિટર અનુસાર, પેલેસ્ટાઈનના હજારો લોકો ભૂખમરાંનો ભોગ બન્યા છે. તેમની સ્થિતિ અત્યંત દયનીય બની છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાઝામાં ભયંકર ભૂખમરાની સ્થિતિ, UNની ચેતવણી, ઈઝરાયલની સુપ્રીમ કોર્ટ પણ નારાજ

Israel Gaza War Famine: ગાઝામાં ઈઝરાયલ દ્વારા થઈ રહેલા હુમલામાં અત્યારસુધીમાં કુલ 64,000 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગાઝામાં યુદ્ધના વાદળો વચ્ચે ભૂખમરાંના કારણે મરનારાઓનો આંકડો હજુ જાહેર થયો હતો. હમાસ-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધ અંગે આંતરરાષ્ટ્રીય અને માનવાધિકાર સંગઠનો ચિંતિત છે. યુએનની એજન્સીએ જણાવ્યું કે, જો ઈઝરાયલ ઈચ્છે તો તે ગાઝાને આ વિપરિત પરિસ્થિતિમાંથી ઉગારી શકે છે. ગ્લોબલ હંગર મોનિટર અનુસાર, પેલેસ્ટાઈનના હજારો લોકો ભૂખમરાનો ભોગ બન્યા છે. તેમની સ્થિતિ અત્યંત દયનીય બની છે.

માનવીય સહાયતા પર પણ રોક

ઈઝરાયલે માર્ચથી મે સુધી 11 મહિના માટે ગાઝામાં માનવીય સહાયતા પ્રદાન કરવા પર રોક મૂકી હતી. હવે ઈઝરાયલ દાવો કરી રહ્યુ છે કે, તે સામાન્ય લોકો સુધી રાશન-અનાજ પહોંચાડી રહ્યું છે. જો કે, તેની આ સહાયતા પર્યાપ્ત ન હોવાનું યુએનની એજન્સીએ જણાવ્યું છે. યુએન એડના ચીફ ટોમ ફ્લેચરે જણાવ્યું કે, સમય ઝડપથી પસાર થઈ રહ્યો છે. ગાઝાને આ સંકટમાંથી ઉગારવા માટે ખૂબ ઓછો સમય રહ્યો છે. 

આ પણ વાંચોઃ 'ઇઝરાયલ સાથે સંબંધોનો અંત લાવો..' ઈરાન ફરી થયું 'એક્ટિવ', તમામ મુસ્લિમ દેશોને કરી અપીલ

રાશન-પાણીના 1900 ટ્રંક મોકલ્યા હોવાનો દાવો

ગાઝામાં ભૂખમરાની વિકટ પરિસ્થિતિ અંગે વિશ્વની ચિંતા અને ટીકાઓ પર સ્પષ્ટતા આપતાં ઈઝરાયલની સંરક્ષણ એજન્સી COGATએ જણાવ્યું કે, ગત સપ્તાહે ગાઝામાં 1900 ટ્રંક મોકલવામાં આવ્યા હતા. ધીમે-ધીમે રાશન-પાણીનો પુરવઠો વધારી રહ્યા છીએ. આ સહાયતા માત્ર સામાન્ય લોકો માટે છે. હમાસ માટે નહીં. ગાઝા શહેરની બહુમાળી ઈમારતો પર હમાસનો કબજો છે. જેને સામાન્ય લોકો માટે ખાલી કરવાનો આદેશ ઈઝરાયલ દ્વારા આપવામાં આવ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી ઈઝરાયલે ગાઝા શહેરની અનેક બહુમાળી ઈમારતોને ટાર્ગેટ બનાવી હતી. આ હુમલામાં ઓછામાં ઓછા 14 લોકો માર્યા ગયા હતા.

હજારો લોકોની યુદ્ધ ખતમ કરવાની માગ

ગાઝાના લોકોનું કહેવુ છે કે, ગાઝા શહેર રાફાહ બની રહ્યું છે. હમાસે ઈઝરાયલ સાથે વાત કરી યુદ્ધ ખતમ કરવુ જોઈએ. ઈઝરાયલમાં પણ લોકો ગાઝા સાથેના યુદ્ધને સમર્થન આપી રહ્યા નથી. શનિવારે હજારો લોકોએ યુદ્ધનો અંત લાવવાની માગ સાથે દેખાવો કર્યા હતા. ગાઝામાં 48 ઈઝરાયલી બંધક જીવિત હોવાની જાણકારી સૂત્રો પાસેથી મળી છે.