તાઇવાન મુદ્દે ચીન અને જાપાન વચ્ચે તણાવ, જાપાને સેનાને એલર્ટ રહેવા આદેશ આપ્યો
તાઇવાન મુદ્વે એશિયામાં જાપાન અને ચીન વચ્ચે ઘર્ષણ વધવાની શકયતા
જાપાનના મહિલા વડાપ્રધાને આત્મરક્ષા માટે સૈન્ય કાર્યવાહીની ધમકી આપી

ટોક્યો,૧૨ નવેમ્બર,૨૦૨૫,બુધવાર
જાપાન અને ચીન વચ્ચે તાઇવાનને લઇને ફરી તણાવ વધી રહયો છે. જાપાનની નવા મહિલા વડાપ્રધાન સાને તાકાઇચીએ કહયું હતું કે જો તાઇવાન હાર્બરમાં કોઇ કટોકટીની સ્થિતિ ઉભી થશે તો જાપાન સામૂહિક આત્મરક્ષાના અધિકારનો ઉપયોગ કરશે. તાકાઇચીનો ઇશારો પોતાના સહયોગી દેશની મદદ માટે સૈન્ય કાર્યવાહીનો હતો.
આ નિવેદન પછી વન ચાઇના પોલિસી અંર્તગત તાઇવાનને પોતાનો જ ભાગ ગણાતા ચીનનો ગુસ્સો આસમાને છે.ઓસાકામાં ચીનના ડિપ્લોમેટ જનરલ શૂ જિયાને સોશિયલ મીડિયા એકસ પર અમારી પાસે ગંદી ગરદન કાપવા સિવાય કોઇ જ વિકલ્પ બચ્યો નહી હોવાનું લખ્યું હતું. જાપાન સરકારે આ સોશિયલ મીડિયા પોસ્ટને અયોગ્ય ગણાવીને ચીન સામે સત્તાવાર વાંધો ઉઠાવ્યો હતો. જાપાનના સરકારી પ્રવકતા મિનોરુ કિહારાએ આ પ્રકારની અન્ય અનૂચિત ટિપ્પણીઓ પર પણ ધ્યાન દોર્યુ હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર જાપાની પીએમ તાકાઇચીએ સંસદની એક સમિતિને તાઇવાન સાથે જોડાયેલી સૌથી ખરાબ પરિસ્થિતિ માટે તૈયાર રહેવાની વાત કરી હતી. જો ત્યાં (તાઇવાન) યુદ્ધ જહાજ કે બળપ્રયોગ થશે તો તે જાપાન માટે પણ ખતરો ગણાશે. જાપાનના પીએમની વાતની પ્રતિક્રિયા આપતા ચીને તાઇવાન પોતાનો જ એક ભાગ હોવાની વાતને દોહરાવી હતી એટલું જ નહી તાઇવાનને ભેળવી દેવા માટે જરુર પડશે તો બળપ્રયોગ કરતા પણ ખચકાશે નહી. નિષ્ણાતોનું માનવું છે કે જાપાનમાં સત્તા બદલાયા પછી તાઇવાન મુદ્વે ચીન અને જાપાન વચ્ચે તણાવ વધી શકે છે.

