- અમારા નેતા ઈમરાન ખાનના આદેશથી
- ખૈબરપુખ્તના મુખ્યમંત્રી જ સમવાયતંત્રી સરકારની સામે પડયા છે : આંદોલનને શેરીઓમાં લઈ જવાની ધમકી આપે છે
પેશાવર : ખૈબરપખ્તુનના મુખ્યમંત્રી સોહેબ આફ્રીદીએ સમવાયતંત્રી સરકાર સામે ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું હતું કે, અમારા નેતા ઈમરાન ખાનના આદેશથી અમારી પાર્ટી 'પાકિસ્તાન-તહેરિક-એ-ઈન્સાફ' હવે દેશવ્યાપી આંદોલન શરૂ કરશે અને તે પણ પૂરી તાકાતથી કરવામાં આવશે.
આ માહિતી આપતા પાકિસ્તાનનું દૈનિક 'ડોન' જણાવે છે કે, પોતાનાં વતનના નગર બારામાં જિરગાને સંબોધતાં આફ્રીદીએ કહ્યું હતું કે, 'મી. (ઈમરાન) ખાને સરકાર સાથે મંત્રણા કરવા માટેની તમામ સત્તા વિપક્ષી સંગઠન તહેરિક આચીન-એ-પાકિસ્તાન'ને સોંપી છે અને પીટીઆઈ તે જે કોઈ નિર્ણય લેશે તે સ્વીકારી લેશે.
આ સાથે મુખ્યમંત્રીએ આક્ષેપ કર્યો હતો કે, તિરાહ વિસ્તારમાં હાથ ધરાયેલી લશ્કરી કાર્યવાહીને પ્રાંતીય સરકારે સંમતિ આપી હતી. તેઓ સમવાયતંત્રી સરકાર ખોટો પ્રચાર કરી રહી છે.
'ડોન' વધુમાં જણાવે છે કે, 'મુખ્યમંત્રી આફ્રીદીએ પહેલાં પણ અનેકવાર સમવાયતંત્રી સરકારને તિરાહ વિસ્તારમાં વધી રહેલી આતંકી પ્રવૃત્તિઓ અંગે ચેતવી હતી.' ત્યારે કોઈપણ લશ્કરી પગલાં લેવાયાં નહીં પછી એકાએક પ્રાંતીય સરકારની જાણ બહાર જ જબરજસ્ત લશ્કરી કાર્યવાહી શરૂ કરાઈ અને આ કાર્યવાહીમાં આતંકીઓ કરતાં નિર્દોષ નાગરિકો જ વધુ ભોગ બન્યા હતા. જે પરિસ્થિતિ ચલાવી શકાય જ નહીં. તેમાં પણ જ્યારે હિમવર્ષા શરૂ થઈ ગઈ ત્યારે લોકોને ઘર બહાર ધકેલી દેવા તે સહન ન થાય તેવી કાર્યવાહી હતી.
ઈમરાન ખાનની ચૂંટાયેલી સરકારે ગેરકાયદે કાર્યવાહી દ્વારા દૂર કરાઈ છે.
આ જિરગામાં અગ્રીમ રાજકારણીઓ, બુદ્ધિજીવીઓ અને પીટીઆઈના કાર્યકરો હાજર હતા.


