World

વિદેશ મંત્રી જયશંકર અને પ્રમુખ પુતિન વચ્ચે મંત્રણા : દ્વિપક્ષીય સંબંધો વિકસાવવા નિર્ણય

By GS TEAM
22 Aug 20252 mins read
વિદેશ મંત્રી જયશંકર અને પ્રમુખ પુતિન વચ્ચે મંત્રણા : દ્વિપક્ષીય સંબંધો વિકસાવવા નિર્ણય

- યુક્રેન આ મુલાકાતમાં સહજ રીતે કેન્દ્ર સ્થાને હશે : વિશ્લેષકો

- આ પૂર્વે જયશંકરે રશિયન વિદેશ મંત્રી સર્ગી લેવરૉવ સાથે ઘનિષ્ટ મંત્રણા કરી : બંને દેશો વચ્ચેનો વ્યાપાર વધારવા ચર્ચા

મોસ્કો : ભારતના વિદેશ મંત્રી સુબ્રમન્યમ્ જયશંકર ગુરૂવારે પ્રમુખ પુતિનને મળ્યા અને દ્વિ-પક્ષીય સંબંધો વિકસાવવા મંત્રણા કરી. આ પૂર્વે જયશંકરે રશિયાના વિદેશ મંત્રી સર્ગી લેવરૉવ સાથે બંને દેશો વચ્ચે વ્યાપાર વધારવા ચર્ચા કરી હતી.

લેવરૉવ સાથેની મંત્રણા કે. લેવરૉવ સાથેની મંત્રણામાં મહત્વનો મુદ્દો વૈશ્વિક ભૂરાજકીય પરિસ્થિતિ જ રહ્યો હતો.

આ પૂર્વે જયશંકરે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, ૨૦૨૨ (યુક્રેન યુદ્ધ શરૂ થયું) પછી ભારતે રશિયન તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું છે, પરંતુ ભારત રશિયન ઓઈલનું સૌથી મોટું ખરીદનાર નથી.

તેઓએ તેમ પણ કહ્યું કે, રશિયા પાસેથી ભારત તેલ ખરીદે તેને પહેલા તો (અમેરિકામાં) પ્રમુખ ટ્રમ્પે સહજ રીતે સ્વીકાર્ય માન્યું હતું. (હવે તે માટે ભારત પર પ્રતિબંધો લગાડે છે) જયશંકરે વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, અમે નહીં પરંતુ ચીન રશિયાનાં ક્રૂડનું સૌથી મોટુ ખરીદગાર છે.

આ મંત્રણાઓ વિષે નિરીક્ષકો કહે છે, આ બધુ પત્રકારોને કહેવા માટે હતું. વાસ્તવમાં, અત્યારના સૌથી ગંભીર પ્રશ્નો યુક્રેન-યુદ્ધ, ગાઝા પરિસ્થિતિ, ચીન-તાઇવાન પ્રશ્ન અને કેલિડોસ્કોપિક રીતે બદલાઈ રહેલી વૈશ્વિક પરિસ્થિતિ જ કેન્દ્ર સ્થાને હોઇ શકે.

વિશ્લેષકો તો સ્પષ્ટ રીતે કહે છે કે રશિયા સાથેની મંત્રણામાં યુક્રેન જ કેન્દ્ર સ્થાને હોઇ શકે. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિને તેઓ પ્રથમ વિશ્વ-યુદ્ધ પૂર્વેની વૈશ્વિક પરિસ્થિતિ સાથે સરખાવે છે. તે સમયે જેમ કેલિડોસ્કોપિક ઝડપે દ્રશ્યો બદલાતા હતા તેમ અત્યારે દ્રષ્યો બદલાઇ રહ્યા છે. તેવે સમયે ઝેલેન્સ્કીની પ્રમુખ ટ્રમ્પ તેમજ કેબિનેટના અગ્રીમ સભ્યો એ યુરોપીય સંઘના અગ્રણીઓ સાથેની મુલાકાત પછી લગભગ તુર્ત જ જયશંકરની આ મુલાકાત ધ્યાનાકર્ષક છે. કશું કંઈ રંધાઈ રહ્યું છે.