'પાછુ લઈ લો' નોબલ પ્રાઈઝ : મારિયા કોરિના મચાડોના વિરોધમાં મુસ્લિમ સંગઠનો ઉતરી પડ્યા

- તેઓ હિટલરના વિચારોનું સમર્થન કરે છે
- એક તરફ મચાડોની વિશ્વભરમાં ભારોભાર પ્રશંશા થઈ રહી છે, ત્યારે વેનેઝૂએલાનો શાસક પક્ષ અને મુસ્લિમ-સંગઠનો તેઓનો વિરોધ કરે છે
નવી દિલ્હી : વેનેઝૂએલાના વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોનું નામ ૨૦૨૫નાં નોબલ શાંતિ પુરસ્કાર માટે જાહેર કરાયું. ત્યારે એક તરફ વિશ્વભરમાંથી તેઓ ઉપર અભિનંદનો વરસી રહ્યા છે ત્યારે કેટલાક મુસ્લિમ સંગઠનોએ, તેઓને હીટલરની વિચારધારા અનુસરનારાં કહી, નોબલ -પીસ - પ્રાઈઝ પાછુ ખેંચી લેવાની ગુલબાંગો શરૂ કરી છે.
મહાત્મા ગાંધીના પ્રશંસક તેવા સુ. શ્રી મચાડોએ દેશમાં લોકતંત્ર અને માનવ અધિકારો માટે જાનના જોખમે અહિંસક આંદોલન ઉઠાવ્યું છે. તેથી તો તેઓને નોબલ શાંતિ પુરસ્કાર માટે પસંદ કરાયા.
આમ છતાં તેઓના વિરોધીઓનું કહેવું છે કે, તેઓ જમણેરીઓની નજીક જઈ રહ્યા છે. વ્હાઈટ- હાઉસે પણ તેઓને નોબેલ આપવા માટે ટીકા કરી હતી. વ્હાઈટ-હાઉસનું કહેવું છે કે તે પુરસ્કાર આપવા માટે નોબેલ સમિતિએ રાજકારણને શાંતિ કરતાં વધુ મહત્વ આપ્યું છે.
વેનેઝૂએલાના લોકો તો આનંદ વિભોર છે. તેઓ કહે છે કે હવે તેઓને દેશ નિકાલ કરવામાં આવે તેવી સંભાવના નહીવત બની ગઈ છે. આમ છતાં વેનેઝૂએલામાં જ એવા પણ લોકો છે કે જેઓ કહે છે કે મચાડો વેનેઝુએલાની સરકાર પર વિદેશી પ્રતિબંધોનું સમર્થન કરે છે.
ઉક્ત કારણ દર્શાવતા તેઓ કહે છે કે, તે કારણસર જ તેઓને નોબલ મળવું ન જોઈએ.
અમેરિકા સ્થિત મુસ્લિમ સિવિલ રાઇટસ ગુ્રપ કાઉન્સિલ ઓન અમેરિકન ઇસ્લામિક રિલેશન (સીએઆઇઆર) કહે છે કે, નોબેલ સમિતિનો તે નિર્ણય ખોટો છે. મચાડોને આપેલો પુરસ્કાર પાછો લઈ લેવો જોઈએ. મચાડો ઇઝરાયલમાં મુસ્લિમ વિરોધી એજન્ડાનું સમર્થન કરે છે. મુસ્લિમો ઉપર થતા અત્યાચારોનું ખુલ્લે આમ સમર્થન કરે છે.
વેનેઝુએલાના પૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ પાબ્લે ઇગ્લેશિયએ કહ્યું કે, મચાડો વેનેઝૂએલામાં તખ્તા પલટની કોશીશ કરી રહ્યા હતા. તેઓ હિટલરની વિચારધારાનું સમર્થન કરે છે. કંઈ તેવું ન બને કે હવે પછી, પુતિન અને ઝેલેન્સ્કીને પણ નોબેલ પીસ પ્રાઇઝ મળી જાય.
વિચારકો આ પ્રકારની ટીકાઓથી ત્રસ્ત છે. તેઓને મન તો મારિયા કોરિના મચાડોનું સ્થાન દયાના દેવી, લેડી વિથ લેમ્પ, ફલોરેન્સ નાઇન્ટિંગેલ અને થિયોસોફીના સ્થાપક મેડમ બ્લેવેન્સ્કી સાથે છે. તેમ કહે છે.