Get The App

વર્ષના અંત સુધીમાં અમેરિકાની આધુનિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ મળી જશે : તાઈવાનનો ખુલાસો

Updated: Jan 11th, 2025

GS TEAM

Google News
Google News
વર્ષના અંત સુધીમાં અમેરિકાની આધુનિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ મળી જશે : તાઈવાનનો ખુલાસો 1 - image


Taiwan and USA news | તાઈવાનની મિનિસ્ટ્રી ઓફ નેશનલ ડિફેન્સ (એમઓએનડી) એ જાહેર કર્યું હતું કે 2024માં યુએસ સાથે કરાયેલા કરારો પ્રમાણે નવી એર ડિફેન્સ સિસ્ટમ તાઈવાનને મળી જશે. પરંતુ તેમાં થોડો સમય જશે. કારણ કે તે એર ડીફેન્સ સીસ્ટીમ તદ્દન આધુનિક અને પૂરેપૂરી સક્ષમ બનાવવાની છે. તેથી આ વર્ષના અંત સુધીમાં તે પ્રાપ્ય થઈ શકશે.

તાઈવાનનાં સંરક્ષણ મંત્રાલયને ટાંકતા તાઈપી ટાઇમ્સ વધુમાં જણાવે છે કે આ ઉપરાંત નોર્વેજિયન એડવાન્સ્ડ સર્ફેસ-ટુ એર મિસાઈલ સિસ્ટમ (એનઓએસએએમએસ) એક એલ-બેન્ડ ઇલેકટ્રોનિક એરે રડાર એન્ડ એકેનોન એલ બેન્ડ ઇલેકટ્રોનિક એરે રેડાર પણ તાઇવાનને મળવાના છે.

આ સાથે તાઈવાનની ડીફેન્સ મીનીસ્ટ્રીએ જણાવ્યું હતું કે સામ્યવાદી ચીનની હરકતોને લીધે આ NASAMS તાઈવાનની સંરક્ષણ તાકાતને વધુ શક્તિશાળી બનાવશે. તેનો યુક્રેનમાં ઉપયોગ થઈ રહ્યો છે. તેમાં ઓટો મેટેડ ડીટેકશન કેપેબિલીટી ડીસ્ટ્રીબ્યુટેડ ફાયર પાવર કેપેબિલીટીઝ, સપોર્ટિંગ કમાન્ડ અને કંટ્રોલ કોમ્પોનન્ટ પણ છે. આધુનિક રેડાર ડિટેકશન રેઇઝ વધારશે. તેટલું જ નહીં પરંતુ જાનિંગ કે ઇન્ટર ફીયરન્સથી પણ તે સલામત હશે.

આ સીસ્ટીમમાં એમપીકયુ-૬૪ એન્ટીનલમાં બહુ આયામી તેવા શોર્ટ અને મીડીયમ રેન્જ એર ડિફેન્સ મિસાઇલ્સ 40 થી 50 કિ.મી. દૂર રહેલા વિમાનને શોધી શકે તેમ છે અને તે રીતે તે સંરક્ષણમાં બહુ ઉપયોગી છે.

તાઈવાનના સંરક્ષણ મંત્રાલયની યાદી જણાવે છે કે અત્યારે જ કેટલીક આધુનિક સિસ્ટીમ મળી ગઈ છે જે ગ્રેટર તેઇપીના સોંગશાન વિસ્તાર તથા નવા તાઇપીના તાપસુઇ વિસ્તારમાં ગોઠવાઈ રહી છે. બાકીની સીસ્ટીમ ક્રમાનુસાર આવતી જશે અને વ્યુહાત્મક દ્રષ્ટિએ ગોઠવાતી જશે. તેમ પણ તાઈવાનનાં સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું.

Tags :