Get The App

ચીનની ધમકી વધી જતાં તાઇવાન દરેક ઘરે 'સિક્યુરિટી હેન્ડબુક' વહેંચશે

Updated: Nov 17th, 2025

GS TEAM

Google News
Google News
ચીનની ધમકી વધી જતાં તાઇવાન દરેક ઘરે 'સિક્યુરિટી હેન્ડબુક' વહેંચશે 1 - image

- સંભવિત 'ટૉટલ વૉર' સામે તાઇવાન તૈનાત થાય છે

- તાઇવાને અભૂતપૂર્વ પગલું ભરી ચીનના સંભવિત આક્રમણ સહિત દરેક આપાતકાલીન સ્થિતિનો સામનો કરવા તે પુસ્તિકામાં દર્શાવ્યું છે

તાઇપી : ચીનના આક્રમણની સંભાવના તોળાઈ રહેતાં તાઇવાન આ સપ્તાહમાં ઘરે ઘરે 'સિવિલ ડીફેન્સ હેન્ડબુક' વહેંચણી શરૂ કરશે. તાઇવાને આ અભૂતપૂર્વ પગલું ભરી સંભવિત આક્રમણ અને 'ટૉટલ વૉર'તથા અન્ય આપાતકાલીન સ્થિતિમાં રક્ષણ કેમ કરવું તે સચિત્ર રીતે દર્શાવવામાં આવ્યું છે. સાથે તેમ પણ વિચારપૂર્વક લખવામાં આવ્યું છે કે, 'તાઇવાન કદી શરણાગત' થશે નહીં.

આ ઉપરાંત આક્રમણ સમયે બૉમ્બ શેલ્ટર્સ કઈ રીતે શોધી કાઢવા અને તેમાં રહેવું પડે તો 'ઇમર્જન્સી કીટ્સ'માં શું શું રાખવું તે પણ દર્શાવ્યું છે.

આ ઉપરથી નિરીક્ષકો અનુમાન તારવે છે કે, સંભવ તે પણ છે કે, તાઇવાને પાકી જાસૂસી માહિતી મળી ગઈ હશે કે ચીન તાઇવાન ઉપર જલ- થલ અને આકાશ તેમ ત્રણે રીતે વ્યાપક અને વિશાળ પ્રમાણમાં હુમલો કરવાની તૈયારીઓ કરી રહ્યું છે.

તાઇવાનની 'નેશનલ સિક્યુરીટી કાઉન્સિલ'ને ડેપ્યુટી જનરલ સેક્રેટરી લીનફી ફાન જેઓ આ તૈયારીઓ ઉપર દેખરેખ રાખી રહ્યા છે. તેઓએ જણાવ્યું છે કે, 'આપણે તાઇવાન સ્ટ્રેઇટની એવી બાજુએ રહેલા લોકોને જણાવી દેવું જોઈએ કે જો ચીન તાઇવાન ઉપર હુમલો કરશે તો તેને તેની ભારે મોટી કિંમત ચૂકવવી પડશે. તાઇવાનની જનતાએ રક્ષણ માટે પૂરેપૂરો નિર્ધાર કર્યો છે. અને દેશના રક્ષણ માટે સૌ ખભે ખભા મિલાવી ઉભા રહેવાના છે.' નિરીક્ષકો માને છે કે, મધ્ય-પૂર્વમાં માંડ શાંતિ ટકી શકી છે ત્યાં દૂર પૂર્વમાં ચક્રવાતના એંધાણ દેખાઈ રહ્યા છે.