World

તાઈવાન : એર-રેઇડ એલર્ટ ડીઝાસ્ટર રીલીફ ડ્રીલ શરૂ : ચીનમાં સંભવિત આક્રમણ સામે તૈયારી

By GS TEAM
17 Jul 20252 mins read
તાઈવાન : એર-રેઇડ એલર્ટ ડીઝાસ્ટર રીલીફ ડ્રીલ શરૂ : ચીનમાં સંભવિત આક્રમણ સામે તૈયારી

- રાત્રી ડ્રીલ પણ યોજાઈ રહી છે તે તાઈવાન એરપોર્ટ પર યોજાય છે

- 10 દિવસની હાન-કુયાંગ નામક મિલીટરી ડ્રીલ તાઈવાનના અનેક શહેરોમાં એકી સાથે શરૂ કરવામાં આવી રહી છે

તાઈપી : તાઈવાનને હવે પૂરી આશંકા થઈ છે કે, દુનિયાનું લક્ષ્ય મધ્ય પૂર્વમાં ઇઝરાયલ- અમેરિકા વિરૂધ્ધ ઇરાન-યુદ્ધમાં છે. ઉત્તરે રશિયા-યુક્રેન ચાલે છે. ભારત સામે ભૂમિદળ યુદ્ધમાં માર ખાધા પછી શી-જિનપિંગ પોતાને માઓ-ત્સે-કિંગથી પણ મહાન દર્શાવવા જે માયો ન કરી શકયા તે તાઈવાન ઉપર કબજો કરી પોતે રાષ્ટ્ર-ઇતિહાસમાં અમર થઈ જવા માગે છે. આમ તાઈવાને ચીનનાં સંભવિત આક્રમણ સામે ૧૦ દિવસની હાન-કુયાંગ નામક યુદ્ધ કવાયત શરૂ કરી દીધી છે. જે માત્ર સૈન્ય પૂરતી જ મર્યાદિત ન રહેતા જનતાને પણ એર-રેઇડ એલર્ટ તથા ડીઝાસ્ટર રીલીફ માટે તૈયાર કરી રહ્યું છે. ગુરુવારથી શરૂ થયેલી આ કવાયત ૧૦ દિવસ ચાલવાની છે. વાસ્તવમાં આ કવાયતની પૂર્વ તૈયારીઓ અને પૂર્વ ભૂમિકા ૯મી જુલાઈથી શરૂ થઈ ગઈ છે.

આ ડ્રીલ તાઈપી, નવા તાઈપી, તામોયુઆન, પી લાન, ફીબુંગ-સીટી, સીન્યુ કાઉન્ટીમાં બપોરે ૧.૩૦ વાગ્યાથી બે વાગ્યા સુધી ચાલે છે.

ફોકસ-તાઈવાન નામક ન્યૂઝ ચેનલ વધુમાં જણાવે છે કે, આવતીકાલે છેલ્લા દિવસે આ કવાયત હુઆલિ અને કાઉન્ટી, તાઇન્હા કાઉન્ટી અને પેન્ધુ કીન જો તથા માત્સુ ટાપુઓ ઉપર સઘન રીતે કરવામાં આવશે. આ કવાયત ઓચિંતા થતા હવાઈ હુમલા સામે કેમ બચવું તે નાગરિકોને સમજાવવા માટે યોજાઈ છે.

તેમાં એર-રેઈડ-એલર્ટ ૩૦ મિનિટ સુધી ચાલવાની છે. જુલાઈ ૬-૭ દરમિયાન આવેલા પ્રચંડ વાવાઝોડાને લીધે જયાં ભારે ખાનાખરાબી થઈ હતી તેવા તાઈવાનના શહેરો યૈથી સીટી, ચીયાઈ કાઉન્ટી તથા યુન-બિન કાઉન્ટીમાં આ કવાયત યોજાઈ ન હતી.

ગઈકાલે, તાઈવાનમાં રાત્રી સમયની પણ ડ્રીલ યોજવામાં આવી હતી. તેનો હેતુ રાત્રે પણ જો હુમલા થાય તો રક્ષણ કઈ રીતે કરવું તે સમજાવવાનો છે. બ્લેક-આઉટ પ્રેકિટસ શરૂ થઈ છે. એરપોર્ટને રાત્રી હુમલામાંથી કઈ રીતે બચાવવા તેની વ્યવસ્થા થઈ રહી છે. ચીન તાઈપીનું સોંગ-શાન એરપોર્ટ કબજે કરવા માગે છે. તાઈવાનની ડીફેન્સ મીનીસ્ટ્રીએ કહ્યું હતું કે, તેણે ૫૮ ચાઇનીઝ યુદ્ધ વિમાનો ઉડતા જોયા અને ઉપરાંત ૯ યુદ્ધ જહાજો, તાઈવાન ફરતા ઘૂમી રહ્યાં છે. ફોકસ તાઈવાન  ન્યૂઝ ચેનલ સતત કાર્યરત રખાઈ છે.

ફ્રાંસના છેલ્લામાં છેલ્લા નેશનલ સ્ટ્રેટેજિકલ રીવ્યુ દ્વારા સોમવારે જણાવવામાં આવ્યું છે કે તાઈવાન અંગેની ચીનની કામગીરી એ આ વિસ્તારમાં  અશાંતિ ઉભી કરી દીધી છે.