'અમે યુદ્ધથી ડરતાં નથી, આખી જિંદગી આ જ કર્યું છે', ઇઝરાયલના હુમલા બાદ સીરિયાની ચેતવણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Syria's warning after Israeli attack : ઇઝરાયલ દ્વારા સીરિયાની રાજધાની દમિશ્કને નિશાનો બનાવામાં આવી રહ્યો છે. ગઈકાલે બુધવારે (16 જુલાઈ) સાંજે દમિશ્ક પર ઇઝરાયલે હુમલો કર્યો હતો. ઇઝરાયલના હુમલા અને ડ્રુઝ સમુદાયને લઈને વધતાં તણાવ વચ્ચે સીરિયાના રાષ્ટ્રપતિ અહમદ અલ-શરાએ કડક શબ્દોમાં કહ્યું કે, 'અમે યુદ્ધથી ડરતાં નથી, આખી જિંદગી પડકારો સામે લડવામાં વિતાવી છે.'
અલ-શરાએ ઇઝરાયલ પર સીરિયામાં સાંપ્રદાયિક વિભાજન ભડકાવવાનો આરોપ લગાવ્યો હતો અને ચેતવણી આપી હતી કે, એક મોરચે વિજયનો અર્થ એ નથી કે દરેક જગ્યાએ વિજય નિશ્ચિત છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, સીરિયા કોઈપણ બાહ્ય હસ્તક્ષેપ સ્વીકારશે નહીં, એમાં પણ ખાસ કરીને ડ્રુઝના કિસ્સામાં.
'ડ્રુઝ અમારા દેશની આત્મા છે...'
અલ-શરાએ કહ્યું કે, 'ડ્રુઝ અમારા દેશની આત્મા છે. તેના હકની રક્ષા કરવી અમારું કર્તવ્ય છે. સરકાર પર વધતાં હુમલાઓ અને આંતરિક ઝઘડા વચ્ચે, તેમણે સંઘર્ષ કરતાં સંવાદને વધુ પ્રાથમિકતા આપવાની વાત કરી છે અને જણાવ્યું કે, અમેરિકા, અરબ અને તુર્કીની મધ્યસ્થતાએ પરિસ્થિતિને નિયંત્રણ બહાર જતાં અટકાવી છે.'
IDFનો દાવો
ઇઝરાયલી રક્ષા દળો(IDF)એ દાવો કર્યો છે કે, તેમણે સીરિયાના સ્વેદા વિસ્તારમાં સીરિયાઈ સરકારી દળો પર હુમલાઓ યથાવત્ રાખ્યા છે. આ મામલે IDFએ એક વીડિયો પણ જાહેર કર્યો છે. જેમાં સૈન્ય ઠેકાણાઓ અને વાહનોને નિશાનો બનાવતા હોવાનું નજરે ચડે છે.
ઇઝરાયલી વાયુસેનાએ આ સ્થળોને નિશાન બનાવ્યા
પ્રાપ્ત માહિતી મુજબ, ઇઝરાયલી વાયુસેનાએ આ હુમલામાં આર્મર્ડ ગાડીઓ અને ભારી મશીનગનોથી સજ્જ પિકઅપ ટ્રકોને નિશાન બનાવો હતો. સ્વેદા શહેરને તેને બહુમતી ડ્રુઝ સમુદાયનો ગઢ માનવામાં આવે છે અને આ દિવસોમાં ત્યાં ગંભીર અથડામણો થઈ રહી છે.
આ પણ વાંચો: પાકિસ્તાનનું ટેન્શન વધ્યું, બલૂચ બળવાખોરોએ 6 મહિનામાં 700 જવાનો માર્યા: રિપોર્ટ
IDFએ જણાવ્યું હતું કે, દક્ષિણ સીરિયામાં માત્ર સૈન્ય વાહનો જ નહીં પરંતુ સીરિયન સૈન્ય ચોકીઓ, શસ્ત્રોના ડેપો અને અન્ય વ્યૂહાત્મક સ્થળોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. સીરિયામાં સરકાર વિરોધ પ્રવૃત્તિઓ વધી ત્યારે આ હુમલા થયા છે. જ્યારે ઇઝરાયલ પહેલાથી જ આ વિસ્તારોમાં ઈરાન તરફી જૂથોની હાજરી અંગે સતર્ક છે.








