World

સીરીયામાં પ્રમુખના જ ગુંડાઓએ હોસ્પિટલ સ્ટાફને ગોઠણભર બેસાડયા : જે ઊભા થવા ગયા તેને ગોળી મારી

By GS TEAM
13 Aug 20252 mins read
સીરીયામાં પ્રમુખના જ ગુંડાઓએ હોસ્પિટલ સ્ટાફને ગોઠણભર બેસાડયા : જે ઊભા થવા ગયા તેને ગોળી મારી

- તેલ પર તરતાં મધ્ય પૂર્વમાં ઠેર ઠેર ભડકા થાય છે

- સુવેદા નેશનલ હોસ્પિટલમાં નર્સો અને ડૉક્ટરોને પણ બંદૂકની અણીએ ફર્શ પર બેસવાની ફરજ પડાઈ

નવી દિલ્હી : આતંકવાદીમાંથી નેતા બનેલા સીરીયાના પ્રમુખ અહમદ અલ શરાની સરકાર ચાલે છે. પરંતુ તેના વફાદાર સૈનિકોમાં રહેલો આતંકવાદી સતત સક્રિય છે. માનવતા શું છે તે તેઓ જાણતા જ નથી.

રશિયન ટેલીવિઝન (આર.ટી.)ના રીપોર્ટ પ્રમાણે સીરીયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સ (એસ.ઓ.એચ.આર.) દ્વારા એક વિડીયો પ્રસારિત કરવામાં આવ્યો છે. જેમાં અલ શરાના વફાદાર આતંકીઓ (જેવો હવે સીરીયન સેનાના સૈનિકો કહેવાય છે) તેમણે એક હોસ્પિટલ ઉપર કબ્જો જમાવી હોસ્પિટલના સ્ટાફની હત્યા કરતા જોવા મળે છે. જો કે આ વિડીયોની સ્પષ્ટ તારીખ દેખાતી નથી. પરંતુ તે વિડીયો સ્વેદા નેશનલ હોસ્પિટલમાં લેવાયો છે. તેમા સ્પષ્ટ દેખાય છે.

આ વિડીયોમાં હોસ્પિટલની નર્સો અને ડૉક્ટરોને પણ બંદૂકની અણીે ફર્શ પર ગોઠણભેર બેઠેલા જોવામા આવે છે. તેમની ફરતી સીરીયાઈ રક્ષા અને આંતરિક મંત્રાલયોના માણસો બંદૂકો સાથે ઉભા છે. તેમાં એક આતંકી કોઇને થપ્પડ મારતો દેખાય છે. પછી તે સ્ટાફ મેમ્બર પાછો હઠતો દેખાય છે તેને ગોળી મારવામાં આવે છે.

આ ઘટનાઓ ડ્રૂઝ લડવૈયાઓ અને સુન્ની બદાઉની જનજાતીઓ વચ્ચે ચાલતાં યુદ્ધ સાથે બનતી રહે છે. હવે સેના પણ આ બદાઉની જૂથો સાથે ભળી ગઈ છે. સ્વેદા ૭૦,૦૦૦ની વસ્તીવાળું શહેર છે. જિલ્લા મુખ્ય મથક છે જે અત્યારે ડ્રૂઝ જૂથના હાથમાં છે. ટૂંકમાં ઇઝરાયલ હમાસ યુદ્ધ હોય કે લેબેનોનનું હીઝબુલ્લા સાથેનું યુદ્ધ હોય કે સીરીયામાં ચાલતું યુદ્ધ હોય. તે બધુ મળીને જોતાં તેલ પર તરતાં મધ્યપૂર્વમાં ઠેર ઠેર ભડકા ચાલી રહ્યા છે.