Get The App

કોણ છે ડ્રુજ? જેમના માટે સીરિયામાં ઘૂસી ઈઝરાયલની સેના, ભીષણ સંઘર્ષ બાદ સીઝફાયર

Updated: Jul 19th, 2025

GS TEAM

Google News
Google News
કોણ છે ડ્રુજ? જેમના માટે સીરિયામાં ઘૂસી ઈઝરાયલની સેના, ભીષણ સંઘર્ષ બાદ સીઝફાયર 1 - image


Sweida Druze And Bedouin Clash: ઇઝરાયલ અને સીરિયા ભીષણ સંઘર્ષ બાદ સીઝફાયર માટે સહમત થઈ ગયા છે. આ મામલે સીરિયામાં અમેરિકી દૂત ટોમ બેરકે જાણકારી આપી છે. સીરિના દક્ષિણ વિસ્તારમાં ડ્રુજ અને બેડોઈન સમુદાયો વચ્ચેના સંઘર્ષમાં લગભગ 300 લોકોના મોત નીપજ્યા છે, આ સમયે બંને દેશ વચ્ચે યુદ્ધવિરામની ઘોષણ કરવામાં આવી છે. તેવામાં શું છે ડ્રુજ અને શું છે સમગ્ર મામલો તેને લઈને જાણકારી મેળવીએ.

અમેરિકી રાજદૂત ટોમ બેરકે શું કહ્યું?

ટોમ બેરક તુર્કીમાં અમેરિકી રાજદૂત અને સીરિયા માટે વિશેષ દૂત છે. યુદ્ધવિરામની ઘોષણ કરતાં તેમણે સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર લખ્યું હતું કે, 'ઇઝરાયલી વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂ અને સીરિયાના રાષ્ટ્રપતિ અહમદ અલ-શરા અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોની મદદથી યુદ્ધવિરામ પર સહમત થયા છે. તુર્કી, જોર્ડન અને તેમના અન્ય પડોશી દેશોએ પણ યુદ્ધવિરામનું સર્મથન આપ્યું છે. અમે ડ્રુજ, બેડોઈન અને સુન્ની સમુદાયો પાસેથી આહ્વાન કરીએ છીએ છે કે, પોતાના હથિયાર મૂકી દો. આ સાથે અન્ય લઘુમતિ અને આપણા પડોશીઓ સાથે મળીને એક નવી અને એકજૂથ સીરિયન ઓળખનું નિર્મણ કરે.'

ટોમ બેરકના આ નિવેદન પર ઇઝરાયલ કે સીરિયા તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. ઈન્ટરનેશન ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, 18 જુલાઈ ઇઝરાયલી અધિકારીઓએ સીરિયન સેનાને આગામી બે દિવસ માટે સ્વેદા વિસ્તારમાં જવા દેવાની મંજૂરી આપી છે.

ગઈકાલે 18 જુલાઈએ સીરિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે, 'અધિકારી સીરિયાના દક્ષિણ વિસ્તારમાં એક દળ તૈનાત કરશે. જે સ્થિરતા જાળવવા અને હિંસા રોકવાને લઈને રાજકીય અને સુરક્ષા ઉપાયોની સાથે સંકલન કરશે.'

આ પણ વાંચો: આફ્રિકન દેશમાં બે ભારતીય નાગરિકોની આતંકીઓએ કરી હત્યા, એકનું અપહરણ

શું છે સમગ્ર મામલો?

સીરિયાના દક્ષિણ કિનારે સ્વેદા નામનું એક રાજ્ય આવેલું છે. જ્યાં મોટી સંખ્યામાં ડ્રુજ સમુદાયની વસ્તી રહે છે. ડ્રુજ ઇસ્લામની એક શાખા છે, જેની પોતાની ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓ છે. તેઓ ન તો સંપૂર્ણપણે ઇસ્લામિક છે, ન યહૂદી છે, ન તો ખ્રિસ્તી છે. થોડા દિવસ અગાઉ આ ડ્રુજ લડવૈયાઓ એક સ્થાનિક સુન્ની સંગઠન સાથે અથડામણ થઈ હતી. આ પરિસ્થિતિને શાંત કરવા માટે સીરિયન સરકારની સેનાને આ વિસ્તારમાં મોકલવામાં આવ્યા હતા. 

ડ્રુજની રક્ષા માટે ઇઝરાયલ આવ્યું

જ્યારે આરોપ છે કે, શાંતિ જાળવવા માટે ગયેલી સેના ડ્રુજમાં લડવૈયા સાથે જ ઝઘડો થયો હતો. આ પછી ડ્રુજ લોકોના રક્ષાના નામ પર ઇઝરાયલ આ સંઘર્ષ વચ્ચે આવ્યું. જેમાં સીરિયા પર તેમણે અનેક હુમલા કર્યા અને કહ્યું કે, ડ્રુજ લોકો પર કોઈપણ પ્રકારના સંકટ પર ઇઝરાયલ અને તેજ હુમલો કરશે. 

આ પણ વાંચો: '5 ફાઇટર જેટ્સ તોડી પાડ્યા...', ભારત-પાકિસ્તાન સંઘર્ષ અંગે ડોનાલ્ડ ટ્રમ્પનો ફરી મોટો દાવો

16 જુલાઈના રોજ ઇઝરાયલે સીરિયા પર હવાઈ હુમલા શરૂ કર્યા. ઇઝરાયલે કહ્યું કે, આ હુમલાઓનો ઉદ્દેશ્ય અરબ ધાર્મિક લઘુમતી ડ્રુજનું રક્ષણ કરવાનો હતો. ઇઝરાયલી હવાઈ હુમલામાં સીરિયામાં ઘણી સરકારી ઇમારતોને નિશાન બનાવવામાં આવી હતી. સીરિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઘણા લોકો માર્યા ગયા છે. બાદમાં સીરિયાના રાષ્ટ્રપતિ અહેમદ અલ-શરાએ કહ્યું હતું કે, 'સીરિયન સેનાએ સ્વેદાથી પીછેહઠ શરૂ કરી દીધી છે.'

Tags :