World

પતિએ પત્નીને 120 લોકોને વેચી, ઓનલાઇન બિભત્સ વીડિયો બનાવડાવતો; યૌન શોષણ કરનાર નરાધમની ધરપકડ

By GS TEAM
31 Mar 20262 mins read
TukuTouch Logo
સ્વીડનમાં મહિલા પર ભયાનક અત્યાચારનો એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. રિપોર્ટ મુજબ સ્વીડનના ઉત્તરમાં રહેતી એક મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે. ફરિયાદમાં તે વ્યક્તિ પર આક્ષેપ કરાયો છે કે, તેણે પત્ની પર વર્ષોથી સુધી શારીરિક શોષણ કરવાની સાથે તેણીને અન્ય લોકો સાથે યૌન સંબંધો બાંધવા મજબૂર કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પતિએ પત્નીને 120 લોકોને વેચી, ઓનલાઇન બિભત્સ વીડિયો બનાવડાવતો; યૌન શોષણ કરનાર નરાધમની ધરપકડ

Sweden Human Trafficking Case : સ્વીડનમાં મહિલા પર ભયાનક અત્યાચારનો એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. રિપોર્ટ મુજબ સ્વીડનના ઉત્તરમાં રહેતી એક મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે. ફરિયાદમાં તે વ્યક્તિ પર આક્ષેપ કરાયો છે કે, તેણે પત્ની પર વર્ષોથી સુધી શારીરિક શોષણ કરવાની સાથે તેણીને અન્ય લોકો સાથે યૌન સંબંધો બાંધવા મજબૂર કરી છે.

પતિએ પત્નીને અન્ય લોકો સાથે યૌન સંબંધ બાંધવા મજબૂર કરી

સ્વીડનની કોર્ટમાં દલીલ વખતે મહિલાના વકીલે કહ્યું છે કે, આરોપીએ નાણાં કમાવવા માટે પોતાની પત્નીને લગભગ 120 લોકો સાથે યૌન સંબંધ બાંધવા મજબૂર કરી છે. મહિલાએ ઑક્ટોબરમાં પોલીસ ફરિયાદ નોંધાવેલી હતી, જેમાં તેણે પોતાના 62 વર્ષીય પતિ પર વેશ્યાવૃત્તિ, વારંવાર દુષ્કર્મ, ધમકીઓ અને શારીરિક હિંસાના ગંભીર આરોપ લગાવ્યા છે. 

પતિ પત્નીને ડ્રગ્સ આપતો હતો

કોર્ટમાં વકીલ ઈડા અનરસ્ટેડે કહ્યું કે, આરોપી પતિ પત્નીની કમજોરી અને નશાની લતનો પણ ફાયદો ઉઠાવતો હતો. આરોપી મહિલાને ડ્રગ્સ આપી તેને પોતાના નિયંત્રણમાં રાખતો હતો અને તે ઓનલાઇન જાહેરાતો આપીને તેની પત્નીને અન્ય લોકો સાથે યૌન સંબંધ બાધવા મજબૂર કરતો હતો.

આરોપી પર પત્નીનો બિભત્સ વીડિયો બનાવવાનો, પત્નીને યૌન કૃત્યો કરવા મજબૂર કરવાનો, પત્નીની ગ્રાહકો સાથે મુલાકાત કરાવવાનો અને વધુમાં વધુ લોકોને આકર્ષિત કરવાનો પણ આરોપ લગાવાયો છે. વકીલે આરોપીના આ ગંભીર કૃત્યને ખૂબ જ નિર્દયી ગણાવ્યા છે.

આ પણ વાંચો : ટ્રમ્પની દુનિયાને ખુલ્લી ચેતવણી! 'હોર્મુઝ જઇને પોતાનું ઓઇલ લઇ લો, કાં લડતા શીખો, અમેરિકા હવે મદદ નહીં કરે'

સ્વીડનમાં યૌન સંબંધનો કાયદો શું છે?

સ્વીડનના કાયદા મુજબ, યૌન સંબંધ ખરીદવો ગુનો છે, પરંતુ વેચવા પર સીધો પ્રતિબંધ નથી. જો યૌન સંબંધ માટે મહિલાને મજબૂર કરવામાં આવે તો તે ગુનો ગણાય છે. આરોપી પર આઠ દુષ્કર્મનો અને અનેક વખત દુષ્કર્મનો પ્રયાસ કરવાનો પણ આરોપ છે.

120 પુરુષો પોલીસના સકંજામાં

મહિલાએ અનેક વખત ઇન્કાર કર્યા છતાં પતિ તેની સાથે મારપીટ અને દુષ્કર્મ કરતો હતો. તે અવાર નવાર મહિલાને મારી નાખવાની ધમકીઓ પણ આપતો હતો. પોલીસ અધિકારીઓએ યૌન સેવાઓ ખરીદનારાઓમાંથી લગભગ 120 પુરુષોની ઓળખ કરી લીધી છે. આમાંથી 26 પુરુષો પર યૌન સેવા ખરીદવાનો આરોપ લાગ્યો છે, જ્યારે બાકીનાની તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો : ઈઝરાયલમાં નવો કાયદો: પેલેસ્ટિનિયન આરોપીઓને મળશે મૃત્યુદંડ, 90 દિવસમાં ફાંસીની સજા