- શુક્રવારે (સ્થાનિક સમય પ્રમાણે) રસ્તા ઉપરથી ઉતરી ગઈ અને બસ સ્ટોપ પર ધસી ગઈ હતી : તેથી કેટલાઓને ઇજાઓ થઈ હતી, ઈજાગ્રસ્તોને તત્કાલ સારવાર અપાઈ રહી છે
સ્ટોકહોમ : પાટનગરમાં શુક્રવારે બપોરે આશરે ત્રણેક વાગે એક ગમખ્વાર દુર્ઘટના બની ગઈ. જેમાં, એક ખાલી ડબલ ડેકર બસ એક બસ સ્ટોપ ઉપર ધસી ગઈ હતી. પરિણામે ૩ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા અને કેટલાને ઈજાઓ થઈ હતી.
આ માહિતી આપતાં સ્વીડનનાં એક વર્તમાનપત્ર ડયુશે-વેબે જણાવે છે કે, ઈજાગ્રસ્તો પૈકી ૨ને વધુ ઇજાઓ થતાં તત્કાળ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યારે બસ-ડ્રાઇવરની તુર્તજ ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડનો હુકમ પબ્લિક પ્રોસીક્યુટરે આપ્યો હતો, અને ડ્રાઇવર ઉપર જાણી જોઈને માનવ હત્યા કરવાનો આરોપ મુક્યો હતો. પરંતુ પછીથી તે આરોપ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો કારણ કે ડ્રાઇવરે કંઈ જાણી જોઈને તો તે હત્યાઓ કરી ન હતી.
આ દુર્ઘટના રોયલ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી પાસે 'વલ્હલ્વાવેગન' નામક ધોરીમાર્ગ પર બની હતી.
આ પછી આ વિસ્તારને કોર્ડન ઓફ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસને તેઓના 'ટ' પોસ્ટ પર લખ્યું હતું કે, 'મારૃં મન મૃતકોનાં કુટુમ્બીજનો તરફ ધસી રહ્યું છે. મારી તેઓ પ્રત્યે સંપૂર્ણ સહાનુભૂતિ છે.' આ સાથે સ્ટોકહોમના મધ્ય વિસ્તાર (જ્યાં અકસ્માત થયો હતો ત્યાં) રહેતા લોકોને રાહતકાર્ય તેમજ તપાસમાં પોલીસને સંપૂર્ણ સાથ આપવા અનુરોધ કર્યો હતો.


