આશ્ચર્યજનક : ટ્રમ્પ યુક્રેનની પીઠ થાબડે છે : 'નાટો' દેશોને રશિયન વિમાનો તોડી પાડયા કરે છે

- યુક્રેન યુદ્ધ ઘેરું અને ઘેરું બની રહ્યું છે
- રશિયાએ કબજે કરેલી તમામ ભૂમિ યુક્રેન, યુરોપીય સાથીઓની સહાય પણ પાછી મેળવવા હક્કદાર છે : પહેલાં તો ટ્રમ્પે તે વિસ્તાર રશિયાને સોંપી દેવા કહ્યું હતું
નવી દિલ્હી : પ્રમુખ ટ્રમ્પ પહેલા માનતા હતા કે તેઓ રશિયા યુક્રેન યુદ્ધ બંધ કરાવવાની કગાર ઉપર છે તેમાં અચાનક જ 'યુ ટર્ન' લઈ, આશ્ચર્યજનક રીતે અમેરિકાના 'નાટો'ના યુરોપીય સાથીઓને રશિયાના વિમાનો તોડી પાડવાનું જણાવ્યું છે. સાથે યુક્રેનની પીઠ થાબડી રહ્યા છે તેટલું જ નહીં પરંતુ અનિવાર્ય હોય લાગે તો રશિયા સાથે લશ્કરી પનારા પાડવા પણ તૈયાર રહેવા તેઓને જણાવી દીધું છે.
આ સાથે તેઓએ રશિયાએ કબ્જે કરેલી યુક્રેનની ભૂમિ, જરૂર પડે તો યુરોપીય સાથીઓનો સાથ લઈને પણ રશિયાના હાથમાંથી છોડાવવા એલાન આપ્યું છે તેટલું જ નહીં પરંતુ, રશિયન વિમાનો જો તેમની એરસ્પેસમાં ઘૂસે તો તેને તોડી પાડવા અનુરોધ કર્યો છે.
ટ્રમ્પે પ્રમુખપદ સંભાળ્યા પછી પહેલી જ વખત યુક્રેન રશિયાના કબજામાં રહેલી ભૂમિ ફરી હસ્તગત કરવા જણાવ્યું છે.
આ પૂર્વે તો ટ્રમ્પ તેમ કહેતા હતા કે રશિયા સાથે સમાધાન સાધવા માટે યુક્રેને, રશિયાએ કબજે કરેલી ભૂમિ, તેના (રશિયાના) હાથમાં રહેવા દેવી જોઈએ.
'સોશ્યલ ટ્રુથ' ઉપર ટ્રમ્પે લખ્યું : 'યુરોપીયન યુનિયનની સહાયથી યુક્રેન યુદ્ધ કરવા પૂરતું સક્ષ્મ છે અને સંપૂર્ણ યુ.કે.ને તેના મૂળ સ્વરૂપે રચી શકે તેમ છે.' પત્રકારોએ એક તબક્કે ટ્રમ્પને પૂછ્યું હતું કે, 'તમે માનો છો કે, રશિયન ડ્રોન્સ કે પ્લેન નાટોની એરસ્પેસ ઓળંગે તો તેને તોડી પાડવા જોઈએ ?' ત્યારે ટ્રમ્પે કહ્યં્ હતું કે, 'હા હું તેમ માનું જ છું.'
આ આશ્ચર્ય તો તે વાતનું છે કે, અચાનક આ 'યુ ટર્ન' ક્યાંથી આવ્યો ? માત્ર થોડા દિવસો પૂર્વે જ ટ્રમ્પે પુતિનને એક 'સારા મિત્ર' કહ્યા હતા. ઑગસ્ટ ૧૫મીએ અલાસ્કામાં એક જ વ્હીકલ 'ધ બીસ્ટ'માં બંનેએ સાથે પ્રવાસ કર્યો હતો. આથી બંને વચ્ચેનો ઘરોબો દેખાતો હતો.
આ પછી યુ.એન.ની જનરલ એસેમ્બલી સમયે, ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રો સાથેની વાતચીતમાં પુતિન સાથેના તેમના સંબંધો અંગે કહ્યું હતું કે, 'દુર્ભાગ્યવશ તે સંબંધોાં હવે મીઠાશ રહી નથી. તે નિરર્થક બની રહ્યા છે.' થોડા દિવસો પૂર્વે રશિયાના એસ-યુ.-૩૫ વિમાનો ઇસ્ટોનિયાના આકાશ ઉપર ૧૨ મિનિટ સુધી ઉડયા હતા તેને નાટોના સલ્ય ઇટાલીમાં એફ-૩૫ વિમાનોને તગેડી મૂક્યા આ મહિનાની શરૂઆતમાં ૨૦ રશિયન ડ્રોન્સ પોલેન્ડની સરહદમાં ઘૂસ્યા તેને બ્રિટનના રોયલ એરફોર્સના વિમાનને તગેડી મૂક્યા.
હવે ટ્રમ્પે 'નાટો' દેશોને સંરક્ષણ બજેટ વધારવા કહી દીધું છે.
ટ્રમ્પે તેમનો પહેલો શાસનકાળ સમયે 'નાટો'ને જૂનવાણી કહેતા જણાવ્યું હતું કે, તે નથી આધુનિક સમયમાં ઉભી થતી નીતિઓને પહોંચી વળવા પૂરતું સક્ષમ નથી. પરંતુ ટ્રમ્પના વિચારોમાં જ યુ-ટર્ન આવ્યો છે તેના નાટો દેશોને કરેલા એલાનો યુક્રેન- યુદ્ધ ઘેરું અન ઘેરું બનાવી રહ્યા છે.









